'સર્કસ'ની રીલીઝની ડેટથી લઈને સલમાનની 'ટાઇગર 3' સુધી વાંચો મનોરંજનના ટોપ -5 સમાચાર

News18 Gujarati
Updated: February 9, 2021, 4:08 PM IST
'સર્કસ'ની રીલીઝની ડેટથી લઈને સલમાનની 'ટાઇગર 3' સુધી વાંચો મનોરંજનના ટોપ -5 સમાચાર
સલમાન ખાન અને કેટરિના કૈફ જોવા મળશે ટાઇગર-3માં

રાજસ્થાન પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જે આ સમયે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં રાજસ્થાન પોલીસે બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ 'ડર' ના પોસ્ટર સાથે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) પોતાની ફિલ્મ 'સર્કસ'ને લઈને સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ સાથે જોડાયેલા અન્ય એક નવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને રણવીરના ફેન્સ ખુશ થઇ જશે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ (Rohit Shetty) 'સર્કસ' (Cirkus)ની રિલીઝ અંગે જાહેરાત કરી છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ વર્ષ 2021ના ડિસેમ્બરના લાસ્ટમાં અથવા નવા વર્ષના સપ્તાહમાં રિલીઝ થશે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif ) ફરી એકવાર 'ટાઇગર 3' માં જોવા મળશે. આ જોડી છેલ્લે 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' માં જોવા મળી હતી. બંને એક્ટર્સ હાલમાં તેમના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ટાઇગર 3' નું શૂટિંગ આ વર્ષે માર્ચમાં ઇસ્તંબુલમાં થશે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મનું શૂટિંગ યુએઈમાં થવાનું છે.

ઘણા રાજ્યોની પોલીસ બોલિવૂડ ફિલ્મ્સના પોસ્ટરો ટ્વીટ કરીને લોકોને સંદેશ આપવા માટે પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી હવે રાજસ્થાન પોલીસ (Rajasthan Police) પણ આ દિશામાં આગળ વધી છે. દર વર્ષે 8 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં પ્રપોઝ ડે (Propose Day) ની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જે આ સમયે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં રાજસ્થાન પોલીસે બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ 'ડર' ના પોસ્ટર સાથે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનું નવું ગીત 'મેરે નસીબ મેં' (Mere Naseeb Mein) રિલીઝ થઈ ગયું છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. દિશા પટનીની નવી ફિલ્મની રાહ જોતા પ્રેક્ષકોને દિશાએ વેલેન્ટાઇન વીકમાં મોટી સરપ્રાઈઝ આપી છે. દિશા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દિશા સોશ્યલ મીડિયા પર નવા-નવા ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. દિશાનું નવું ગીત 'મેરે નસીબ મેં' યુટ્યુબ પર રિલીઝ થયું છે. જે બોલિવૂડના સુપરહિટ ગીત 'મેરે નસીબ મેં' નું રિમેક છે. આ જૂનું ગીત નવી રીતે દર્શકો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું છે.

બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ની પ્રેસ કોન્ફરન્સ (Press conference) નો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્મલા સીતારમણ એક મહિલા પત્રકારને પ્રશ્ન પૂછતા અટકાવતા ગુસ્સે જોવા મળી રહ્યા છે. આ વિડીયો બજેટવાળા દિવસનો છે.
Published by: Margi Pandya
First published: February 9, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading