SSR Case: સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો, ગુરૂવાર સુધી બંને પક્ષનો લેખિતમાં જવાબ માંગ્યો

News18 Gujarati
Updated: August 11, 2020, 6:02 PM IST
SSR Case: સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો, ગુરૂવાર સુધી બંને પક્ષનો લેખિતમાં જવાબ માંગ્યો
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

Sushant Singh Rjaput Case Highlights: સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો છે. સુપ્રમ કોર્ટે તેમનાં નિર્ણયમાં નક્કી કરશે કે, બિહારમાં દાખલ FIRને મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવશે કે નહીં. તો સુપ્રીમ કોર્ટ તેમનાં નિર્ણયમાં તે પણ નક્કી કરશે કે, આ મામલામાં CBI તપાસ કરશે કે નહીં. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોથી લેખીતમાં જ્યારે ગુરુવાર સુધી દાખલ કરવા કહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Case LIVE) સંબંધિત મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલાં પ્રવર્તન નિદેશાલય (ED)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીનાં ફોન જપ્ત કરી લીધા છે. EDનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સોમવારે આ ત્રણેયની લાંબા સમય સુધી ઉંડાણ પૂર્વક પૂછપરછ થઇ હતી જે બાદ તેમનાં જવાબમાં વિરોધાભાસ જણાતા ED દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું હતું. તો આ પહેલાં રિયાની બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી અને સુશાંતનાં રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની પણ EDની ઓફિસ પહોંચી ગયો છે. સૂત્રો મુજબ, સોમવારે થયેલી પૂછપરછ દરમિયાન શ્રૃતિએ ઘણાં દસ્તાવેજ મંગાવ્યાં હતાં. આજે તે દસ્તાવેજ જમા કરાવવાં ED ઓફિસ આવી હતી. રિયાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. જેનાં LIVE અપડેટ્સ પર કરીલો એક નજર

-Sushant Singh Rjaput Case Highlights: સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો છે. સુપ્રમ કોર્ટે તેમનાં નિર્ણયમાં નક્કી કરશે કે, બિહારમાં દાખલ FIRને મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવશે કે નહીં. તો સુપ્રીમ કોર્ટ તેમનાં નિર્ણયમાં તે પણ નક્કી કરશે કે, આ મામલામાં CBI તપાસ કરશે કે નહીં. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોથી લેખીતમાં જ્યારે ગુરુવાર સુધી દાખલ કરવા કહ્યું છે.

- તુષાર મેહતા- કેન્દ્રનાં વકીલ તુષાર મેહતા CrPC 174 હેઠળ શરૂ દુર્ઘટનામાં મોતની તપાસ ઘણો ઓછો સમય સુધી ચાલી છે. બૉડી જોઇ અને સ્પૉટ પર જઇને જોવા મળે છે કે મોતનું કારણ શંકાસ્પદ છે કે નહીં, પછી FIR દાખલ થાય છે. મુંબઇ પોલીસ જે કરી રહી છે તે યોગ્ય નથી.

-SG તુષાર મેહતા: અમને માલૂમ નથી કે અરજી કરનાર રિયા આરોપી છે કે પીડિત પણ તે સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર અંગે આવી છે પણ હજુ કોઇ કેસ છે જ નહીં. હાલમાં તો તપાસ ચાલી રહી છે. તપાસ ટ્રાન્સફર ન થઇ શકે.

આ પણ વાંચો- SSR Case: સુશાંત જોડે ઝઘડા બાદ રિયાએ 8-13 જૂને મહેશ ભટ્ટ સાથે કરી હતી 16 વખત વાત

તુષાર મેહતા- રિયા અહીં FIR ટ્રાન્સફર લઇને આવી છે.-મુંબઇ પોલીસે 56 લોકોનાં નિવેદન દાખલ કર્યા છે જેનો કાયદાની દ્રષ્ટિએ કોઇ જ મતલબ નથી એટલે કે તે ખોટી કાર્યવાહી હતી.- તુષાર મેહતા

- જ્યારે સુશાંતનાં પોસ્ટમોર્ટમમાં ઇજાઅને અન્ય પરિસ્થિતિજન્ય પૂરાવાની આશંકા હતી ત્યારે મુંબઇ પોલીસે તત્કાલીન FIR દાખલ કેમ ન કરી. મુંબઇમાં કોઇ કેસ નથી દાખલ કરવામાં આવ્યો. એવામાં બિહારમાં દાખલ FIR ટ્રાન્સફર કરવાનો કોઇ અર્થ નથી. જ્યારે મુંબઇ પોલીસની બેદરકારી સ્પષ્ટ દેખાઇ રહી છે- તુષાર મેહતા

- તુષાર મેહતા- આ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઇએ, સત્ય સૌની સામે આવવું જોઇએ, મુંબઇમાં ન તો કોઇ FIR દાખલ થઇ છે ન તો કોઇએ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-SSR Case: પૂછપરછ માટે EDની ઓફિસ પહોંચી સુશાંતની બહેન મીતૂ સિંહ

-તુષાર મેહતાએ કહ્યું કે, CBI આ મામલે કેસ દાખલ કરી દીધો છે, બિહાર સરાકરની સિફારિશ માની લીધી છે. મહારાષ્ટ્ર સરકારે તેમનાં સોંગદનામામાં આ જાણકારી આપી નથી.

-કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાનો પક્ષ રાખવાનું શરૂ કર્યુ હતું.

વિકાસ સિંહની દલીલ પૂર્ણ થઇ હતી.
Published by: Margi Pandya
First published: August 11, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading