SSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ

News18 Gujarati
Updated: August 13, 2020, 7:05 PM IST
SSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ
રિયા ચક્રવર્તી ભાઇ શૌવિક સાથે, સુશાંત કેસ મામલે EDની ઓફિસે જતા સમયે

સુશાંત મામલાની તપાસ માટે મુંબઇ આવેલી રાજ્યની પોલીસની સાથે મહારાષ્ટ્ર પોલીસે જરાં પણ સહયોગ કર્યો ન હતો. બિહાર સરકારે આ દાવો કર્યો હતો કે, મુંબઇ પોલીસને તેને સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફોટોકોપી પણ આપી ન હતી.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Case)માં ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટ ગુરૂવારનાં સુનવાણીમાં નક્કી થશે કે સુશાંત કેસની તાપસ કોણ કરશે. સુપ્રીમ કોર્ટ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) તરફથી સુશાંત સિંહ રાજપૂતનાં પિતા દ્વારા પટનામાં દાખલ કરવામાં આવેલી FIRને મુંબિમાં ટ્રાન્સફર કરવાની માંગની અરજી પર સુનાવણી કરશે.

જસ્ટિસ ઋષિકેશ રોયની એકલ પીઠે મંગળવારે રિયા, સુશાંતનાં પિતા કૃષ્ણ કિસોર સિંહ, બિહાર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની દલીલ સાંભળી હતી. તમામ પક્ષ આજે સુપ્રમ કોર્ટમાં લેખિતમાં પોત પોતાનાં જવાબ દાખલ કરશે. સાથે જ ED પણ આજે સુશાંતનાં બોડીગાર્ડનું નિવેદન દાખલ કરી શકે છે. એવામાં આજનો દિવસ એટલે કે ગુરૂવારનો દિવસ આ કેસમાં મહત્વનો સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો- સંજય દત્તને મોડી રાત્રે મળવા તેમનાં ઘરે ગયા રણબીર કપૂર- આલિયા ભટ્

આ પણ વાંચો- SSR Case: સુશાંતની ડાયરીનાં તે ખાસ 15 પન્ના, કર્યુ હતું ભવિષ્યનું સોલિડ પ્લાનિંગ


બિહાર સરકારે મંગળવારે જ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે પટનામાં દાખલ કરવામાં આવેલી FIR કાયદાની દ્રષ્ટિએ કાયદેસર છે. બિહાર સરકાર તરફથી આરોપો લાગ્યા હતાં કે આ મામલાની તપાસ માટે મુંબઇ આવેલી રાજ્યની પોલીસની સાથે મહારાષ્ટ્ર પોલીસે જરાં પણ સહયોગ કર્યો ન હતો. બિહાર સરકારે આ દાવો કર્યો હતો કે, મુંબઇ પોલીસને તેને સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફોટોકોપી પણ આપી ન હતી.

LIVE UPDATESસુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ કેસમાં CBI તપાસની માંગ કરનારા વકીલ અજય અગ્રવાલની જનહિત અરજી પર સુનાવણી 21 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. આ જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુશાંતનાં મોતનો કેસ જે રીતે મુંબઇ પોલીસ હેન્ડલ કરી રહી છે તેનાંથી આખો દેશ સ્તબ્ધ છે
સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે કે સિંહનાં વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, રિયા ચક્રવર્તીએ આજે ફરી લેખીત સબમિશન દાખલ કર્યુ છે. આ ત્રીજી વખત છે જેમાં તે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી રહી છે. આજે તેણે સુપ્રીમ કોર્ટની સામે માન્યુ છે કે, CBIની પાસે કેસ ટ્રાન્સફર કરાવવો જોઇએ. તેણે કહ્યું કે, આશા છે કે જલ્દી જ CBIની પાસે કેસ ટ્રાન્સપર થઇ જાય. વિકાસ સિંહે કહ્યું કે, બિહાર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતનાં પિતા પહેલાં જ CBI તપાસની માંગ કરી હતી. અને આ મામલાને કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધો છે. જે રીતે ગત દિવસોમાં સતત તમામ પક્ષોની દલીલ સાંભળવામાં આવી રહી છે મને લાગે છે કે આ મામલાંને સાંભળ્યા બાદ કેસ CBIમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો- SSR CASE: EDનાં સકંજામાં છે શૌવિક, પાર્ટીઓનો શોખીન કેવી રીતે બન્યો 2 કંપનીઓનો ડિરેક્ટર

-EDએ રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 8 લોકોનાં નિવેદન દાખલ થઇ ગયા છે. એવામાં નવી નવી કહાની પણ સામે આવી રહી છે. EDનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સુશાંત તેની EX ગર્લફ્રેન્ડનાં ફ્લેટની EMI ભરતો હતો. જોકે તેની ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યં નથી. કહેવાય છે કે, તે હાલમાં પણ તેજ ફ્લેટમં રહે છે સૂત્રો અનુસાર, સુશાંતનાં નામનો જ તે ફ્લેટ છે જેમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ રહી રહી છે. જાણકારી મુજબ જે અકાઉન્ટથી ફ્લેટનાં પૈસા જતા હતાં તેમાં હાલમાં પણ 30 લાખ રૂપિયાની રકમ પડી છે.

-બિહાર સરાકર બાદ રિયા ચક્રવર્તીએ પણ સુપ્રીમ કોર્ટમાં તેની લેખિત દલીલ રજૂ કરી દીધી છે.
-બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિયાની અરજી પર વિસ્તૃત જવાબ દાખળ કરી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિહાર પોલીસની પાસે તપાસનો કાયદેસર અધિકાર છે.-સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મની લોન્ડ્રિગ કેસની તપાસ કરી રહેલી EDએ સુશાંતનાં બોડીગાર્ડને સમન્સ બજાવ્યા હતાં. આજે ગુરૂવારે ED તેનું નિવેદન દાખલ કરશે
-સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે CBIની તપાસ માટે દાખલ જનહીત અરજી પર પણ સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સુનાવણી કરશે. જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા જે તપાસ થઇ રહી છે. આ અરજી પર પ્રધાન ન્યાયાધિશ SA બોબડે, ન્યાયમૂર્તિ AS બોપન્ના અને ન્યાયમૂર્તિ V રામાસુબ્રમણિયનની ત્રણ સદસ્યોની પીઠ સુનાવણી કરશે.
Published by: Margi Pandya
First published: August 13, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading