મલાઇકા અરોરાએ શેર કરી નવી તસવીર, ફેન્સે કાઢ્યું અર્જુન કપૂર સાથે કનેક્શન

News18 Gujarati
Updated: February 8, 2021, 10:19 AM IST
મલાઇકા અરોરાએ શેર કરી નવી તસવીર, ફેન્સે કાઢ્યું અર્જુન કપૂર સાથે કનેક્શન
(photo credit: instagram/@malaikaaroraofficial)

મલાઇકા અરોરા (Malaika Arora) આ તસવીરમાં શરમાતી નજર આવી રહી છે. તેણે તસવીરની કેપ્શનમાં લખ્યું છે, 'આપનાં કારણે હું બ્લશ કરું છું બેબી' આ કેપ્શ જોઇને સૌ લોકો કહી રહ્યાં છે કે, મલાઇકાએ આ પોસ્ટ અર્જુન માટે લખી છે. જોકે તેણે આ પોસ્ટમાં અર્જુનનું નામ લખ્યું નથી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં લવ બર્ડ્સ મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor)એ જ્યારથી દુનિયાની સામે તેમનાં સંબંધો જાહેર કર્યા છે ત્યારથી તે સૌની સામે તેનો પ્રેમ જાહેર કરવામાં આચકાતા નથી. બંનેએ તેમની કેમેસ્ટ્રીથી લોકોનું દિલ જીતી લીધુ છે. સોશિયલ મીડિયા પર બંને અવાર નવાર એકબીજાની તવસીરો અને વીડિયો પર કમેન્ટસ્ કરતાં રહે છે. હાલમાં જ મલાઇકા અરોરા (Malaika Arora Photos)એ તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની એક તસવીર શેર કરી છે. જે જોઇ તેનાં ફેન્સને લાગે છે કે, મલાઇકાની આ તસવીરનું પણ અર્જુન કપૂર સાથે કનેક્શન છે.

મલાઇકા આ તસવીરમાં શરમાતી નજર આવે છે. તેણે આ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, 'આપને કારણે હું બ્લશ કરું છું બેબી.' આ કેપ્શન જોઇ સૌને લાગી રહ્યું છે કે, મલાઇકાની આ પોસ્ટ અર્જુન માટે છે. જોકે, તેણે આ પોસ્ટમાં અર્જુનનું નામ લખ્યું નથી.

(photo credit: instagram/@malaikaaroraofficial)


અર્જુન અને મલાઇકાનાં રોમેન્સ લોકોને ખુબજ સંદ આવી રહ્યો છે. બંનેની ઉંમરમાં ભલે ઘણું અંતર હોય પણ તેમનાં પ્રેમમાં તેની જરાં પણ અસર જોવા મળતી નથી. તેમણે વર્ષ 2019માં અર્જુનનાં જન્મ દિવસ પર તેનાં સંબંધો ઓફિશિયલ કર્યા હતાં. તે દિવસે મલાઇકાએ તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અર્જુનની સાથે તસવીર શેર કરતાં તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.

એવામાં પહેલી વખત જ્યારે મલાઇકાએ અર્જુનની સાથે તેની તસવીર શેર કરી હતી હાલમાં જ બંને નવું વર્ષ સાથે ઉજવવાં ગોવા ગયા હતાં. બંને બંને ઘણી વખત હોલિડે પર પણ સાથે જાય છે. એટલું જ નહીં લોકડાઉનમાં પણ તેમણે ઘણો સમય સાથે વિતાવ્યો હતો.
Published by: Margi Pandya
First published: February 8, 2021, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading