ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ની શૂટિંગ દરમિયાન બગડી મિથુન ચક્રવર્તીની તબિયત

News18 Gujarati
Updated: December 21, 2020, 12:38 PM IST
ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ની શૂટિંગ દરમિયાન બગડી મિથુન ચક્રવર્તીની તબિયત
(PHOTO: Instagram @mithun__chakraborty_)

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) શરનિવારનાં જ્યારે ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ની શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે તે સેટ પર અચાનક પડી ગયા હતાં. અચાનકથી તેની તબિયત ખરાબ થઇ હતી. જેને કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની તબિયત ખરાબ થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક ખબર અનુસાર ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ની શૂટિંગ દરમિયાન મિથુન સેટ પર પડી ગયા હતાં. જે બાદ શૂટિંગ વચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ફૂડ પોઇઝનિંગને કારણે તેની હાલત ખરાબ થઇ ગઇ છે. તે ઉભા પણ નથી રહી શકતાં. થોડા સમયનો બ્રેક લીધા બાદ તેમણે સિક્વન્સ પૂર્ણ પર કરી હતી.

ખબરની માનીયે તો, મિથુન ચક્રવર્તી હાલમાં મસૂરીમાં તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ની શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી કરી રહ્યાં ચે. શનિવારે જ્યારે મિથુન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તે સેટ પર અચાનક પડી ગયા હતાં. અચાનકથી તેની તબિયત ખરાબ થઇ હતી. જેને કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું. ખબરની માનીયે તો મિથુનની તબિયત ફૂડ પોઇઝનિંગને કારણે ખરાબ થઇ હતી. બાદમાં જ્યારે તેમની તબિયત સુધરી તો તેમણે તેમનું અધુરુ શૂટિંગ પૂર્ણ કરી લીધુ હતું.

આ પણ વાંચો- જુની અંજલી પાછી ફરી, ગોકુલધામમાં? સેટ પર શૂટિંગનો VIDEO કર્યો પોસ્ટ

આપને જણાવી દઇએ કે, મિથુન ચક્રવર્તી બિગ સ્ક્રિન પર 2019માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'તાશકંદ ફાઇલ'માં નજર આવ્યા હતં. આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનાં મોત પર આધારિત હતી. મિથુન બંગાળી ચેનલ પર બે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે નજર આવતા હતાં.
Published by: Margi Pandya
First published: December 21, 2020, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading