'નાગિન 3' ફેમ અભિનેત્રી અનિતા હસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ
News18 Gujarati Updated: February 10, 2021, 12:21 PM IST
રોહિતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ ખુશીના સમાચાર શેર કર્યા હતા. તેણે અનિતાને ચુંબન કરતાં પોતાનો ફોટો શેર કરીને લખ્યું, “ઓહ બોય.”
રોહિતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ ખુશીના સમાચાર શેર કર્યા હતા. તેણે અનિતાને ચુંબન કરતાં પોતાનો ફોટો શેર કરીને લખ્યું, “ઓહ બોય.”
ટીવી એક્ટ્રેસ 'નાગિન' (tv serial Naagin 3) ફેમ અભિનેત્રી અનિતા હસનંદાની (Anita Hassanandani) અને રોહિત રેડ્ડીના (Rohit Reddy) ઘરે પુત્ર (baby Boy) જનમ્યો છે. આ દંપતીનું પહેલું બાળક છે.
રોહિતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ ખુશીના સમાચાર શેર કર્યા હતા. તેણે અનિતાને ચુંબન કરતાં પોતાનો ફોટો શેર કરીને લખ્યું, “ઓહ બોય.”
રોહિત રેડ્ડીએ સમાચાર શેર કરતાની સાથે જ તેના મિત્રો અને સાથીઓએ દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે સમીરા રેડ્ડીએ પોસ્ટ પર કમેન્ટ કરી કે, “પિતૃત્વની અદભૂત દુનિયામાં આપનું સ્વાગત છે! અભિનંદન” ભારતી સિંહે લખ્યું,“અભિનંદન ભાઈ”. આ ઉપરાંત કિશ્વર મર્ચન્ટ, રીધી ડોગરા, રાહુલ શર્મા, સુકૃતિ કંડપાલ અને નકુલ મહેતાએ પણ આ દંપતીને અભિનંદન આપ્યા હતા.
તો એકતા કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અનિતા હસનંદાનીના બાળકના જન્મને તેના જીવનની બીજી શ્રેષ્ઠ ક્ષણ ગણાવી હતી. નીતિ ટેલરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર રોહિતની પોસ્ટ શેર કરી અને લખ્યું, “આ બાળકે તમને જે ખુશી આપી, તેના તમે બે જ હકદાર છો. અભિનંદન.” નેહા ધૂપિયાએ પણ દંપતીને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે કરણવીર બોહરા અને સુરભી જ્યોતિએ પણ આ દંપતીને અભિનંદન આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અનિતા હસનંદાનીએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનિતા 'નાગિન 4' માં જોવા મળી હતી. અનિતાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ટીવી ક્વીન એકતા કપૂર સાથે તેની ખાસ મિત્રતા છે. તે બાલાજી પ્રોડક્શનના ઘણા ટીવી શોનો ભાગ રહી ચુકી છે.
Published by:
Kaushal Pancholi
First published:
February 10, 2021, 12:21 PM IST