નકુલ મેહતાનાં ઘરે આવ્યો નાનકડો મહેમાન, પત્ની જાનકીએ આપ્યો દીકરાને જન્મ

News18 Gujarati
Updated: February 6, 2021, 5:21 PM IST
નકુલ મેહતાનાં ઘરે આવ્યો નાનકડો મહેમાન, પત્ની જાનકીએ આપ્યો દીકરાને જન્મ
સોશિયલ મીડિયા પર નકુલે ખુશી જાહેર કરી છે

નકુલ મેહતા (Nakuul Mehta) ગત દિવસોમાં પત્નીની સાથે જ વિતાવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી આ સુંદર પળ એન્જોય કર્યા હતાં. ગત વર્ષે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે જલ્દી જ પિતા બનવાનો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટર નકુલ મેહતા (Nakkul Mehta) અને તેનો પરિવાર ગત થોડા દિવસોથી જે ખાસ પળનો ઇન્તેઝાર કરી રહ્યાં હતાં તે આવી ગયો છે. સુપરહિટ ટીવી શો 'ઇશ્કબાઝ'માં શિવાયનું પાત્ર અદા કરનાર ટીવી એક્ટર નકુલ મેહતા પાપા બની ગયો છે. તેની પત્ની જાનકી મેહતા (Jankee Mehta)એ દીકરાને જન્મ આપ્યો છે. એક્ટરે આ ખુશખબરી તેનાં ફેન્સ સાથે સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. નકુલનાં પિતા બનવાનાં ખબર મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને વધામણાં મળી રહ્યાં છે.

નકુલ મેહતા (Nakuul Mehta)એ તેનાં દીકરાની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. નકુલે જે ફોટો શેર કર્યા છે તેમાં તેનાં દીકરા અને પત્નીનો હાથ નજર આવે છે. એક્ટરે દીકારનાં હાથની પહેલી તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોની સાથે એક્ટરે સૂચના આપી છે કે, તેનાં ઘરે 3 ફેબ્રુઆરીનાં નાનકડા મેહમાનનો જન્મ થયો છે.નકુલ મેહતા (Nakuul Mehta) ગત દિવસોમાં પત્નીની સાથે જ વિતાવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી આ સુંદર પળ એન્જોય કર્યા હતાં. ગત વર્ષે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે જલ્દી જ પિતા બનવાનો છે.

નકુલે એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં તેની પત્ની જાનકીએ જીવનનાં સુંદર પળ શેર કર્યા હતાં. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેવી રીતે બાળપણનાં મિત્રો નકૂલ અને જાનકી રિલેશનશિપમાં આવ્યાં અને બંનેએ લગ્ન કર્યા અને બંને પેરેન્ટ્સ બનવાનાં છે.View this post on Instagram


A post shared by Nakuul Mehta (@nakuulmehta)


નકુલે ફિલ્મોથી તેનાં કરિઅરની શરૂઆત કરી હતી પણ ફિલ્મ ફ્લોપ થઇ જે બાદ નકુલ મેહતાએ ટીવી શો 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'માં કામ કર્યું હતું. આ શોને ફેન્સે ઘણો પસંદ કર્યો હતો. જેનાંથી નકુલને નવી ઓળખ મળી હતી.
Published by: Margi Pandya
First published: February 6, 2021, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading