Karan Johar: મુશ્કેલીમાં કરન જોહર, ડ્રગ્સ મામલે NCBએ બજાવ્યું સમન્સ
News18 Gujarati Updated: December 18, 2020, 11:20 AM IST
કરન જોહરની ડ્રગ્સ પાર્ટની થશે તપાસ
સિરસાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, 'મે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં પ્રમુખ રાકેશ અસ્થાના સાથે BSF હેડ ક્વાટર, દિલ્હીમાં મુલાકાત કરી અને ફિલ્મ નિર્માતા કરન જોહર અને અન્ય વિરુદ્ધ તપાસ કરવાની માંગણી કરી છે.'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં પ્રખ્યાત ફિલ્મમેકર કરન જોહર ફરી એક વખત મુશ્કેલીમાં ફસાંતા નજર આવી રહ્યાં છે. કરન જૌહરને ડ્રગ્સ કેસમાં NCBનું સમન્સ મળ્યું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કરન જૌહરને તેનાં દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી પાર્ટી અંગે માહિતી માંગી છે. આ મામલે તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આપને યાદ અપાવી દઇએ કે, થોડા સમય પહેલાં કરન જોહરએ બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે તેમનાં ઘરે એક પાર્ટી રાખી હતી. જેનો એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, વરુણ ધવન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વિક્કી કૌશલ, ઝોયા અખ્તર જેવાં સેલિબ્રિટીઝ નજર આવ્યા હતાં. જે બાદ મનિંદર સિંહ સિરસાએ ફરિયાદ કરી હતી. સિરસાનો આરોપ હતો કે, આ પાર્ટીમાં સામેલ થનારા લોકોએ ડ્રગ્સ લીધુ હતું. મનજિંદર સિંહ સિરસાએ દિલ્હીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં પ્રમુખ રાકેશ અસ્થાનાની મુલાકાત પણ લીધી હતી.
પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા માટે કરન જોહર અને અન્ય સેલિબ્રિટીઝ વિરુદ્ધ તપાસ કરવાની માંગણી થઇ હતી. સિરસાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, 'મે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં પ્રમુખ રાકેશ અસ્થાના સાથે BSF હેડ ક્વાટર, દિલ્હીમાં મુલાકાત કરી અને ફિલ્મ નિર્માતા કરન જોહર અને અન્ય વિરુદ્ધ તપાસ કરવાની માંગણી કરી છે.'
આ પણ વાંચો- ગર્ભવતી છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લોન્ટ કરતાં પતિ રોહનપ્રીત સાથે શેર કર્યો ફોટો
જોકે આ બાદમાં કરન જોહરને આ વીડિયો પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, તેની પાર્ટીમાં કોઇ ડ્ર્ગ્સ નહોતું લઇ રહ્યું, કરને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'એક મુશ્કેલ અઠવાડિયા બાદ લોકો સારો સમય વિતાવી રહ્યાં હતાં. આ એક સારો સમય હતો. મે સંપૂર્ણ ઇમાનદારી સાથે તે વીડિયો શૂટ કર્યો હતો. અને જો અમે કંઇપણ કરી રહ્યાં હોત તો હું તે વીડિયો શેર ન કરતો. હું બેવકૂફ નથી.'
Published by:
Margi Pandya
First published:
December 18, 2020, 11:09 AM IST