ગર્ભવતી છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લોન્ટ કરતાં પતિ રોહનપ્રીત સાથે શેર કર્યો ફોટો
News18 Gujarati Updated: December 18, 2020, 10:04 AM IST
(photo credit: instagram/@nehakakkar)
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સિંગર નેહા કક્કડ (Neha Kakkkar)એ ફેન્સ સાથે ખુશખબરી શેર કરી છે. નેહા કક્કડ જલદી જ માતા (Neha Kakkar Pregnant) બનવાની છે. સોશિયલ મીડિયા દ્વારા તેને તેની ખુશીની જાહેરાત કરી છે. નેહા કક્કડે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)સાથેની એક તસવીર શેર કરી છે જેમાં તે તેનું બેબી બંપ (Baby Bump)ફ્લોન્ટ કરતી નજર આવે છે. ફોટોમાં નેહા બ્લૂ ડેનિમ ડંગરીમાં નજર આવી રહી છે. નેહાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે '#KhaylRakhyakar'
નેહા કક્કડની પ્રેગ્નેનસીની ખબરથી તેનાં ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો. ઘણાં યુઝર્સ પ્રેગ્નેન્સી પર આશ્ચર્ય જતાવી રહ્યાં છે. જેનું કારણ છે કે, બંનેએ હાલમાં જ લગ્ન કર્યા છે. નેહા-રોહનનાં લગ્નને આશરે 2 મહિના જેટલો જ સમય થયો છે. તેથી તેમનાં ફેન્સ માટે આ ઘણાં જ આશ્ચર્ય પમાડનારા સમાચાર છે.
આપને જણાવી દઇએ કે, નેહા કક્કડે 24 ઓક્ટોબરનાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતાં. નેહાએ રોહનપ્રીત સાથે તેનાં પ્રેમથી લઇ લગ્ન સુધીનું એલાન સોશિયલ મીડિયા પર કર્યુ હતું. રોહનપ્રીત સાથે પ્રેમની જાહેરાતનાં થોડા જ દિવસમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં.
નેહા કક્ડ અને રોહનપ્રીતનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતાં જે બાદ તેઓ તેમનાં હનીમૂન માટે દુબઇ ગયા હતાં. અને ત્યાંથી પણ બંનેએ ઘણાં બધા વીડિયો અને તસવીરો ફેન્સ સાથે શેર કર્યા હતાં. રોહનપ્રીત અને નેહાનાં લગ્નથી લઇ હનીમૂન સુધી, સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યાં હતાં. હવે સિંગરની પ્રેગ્નેન્સીની ખબર ચર્ચામાં છે.
Published by:
Margi Pandya
First published:
December 18, 2020, 9:55 AM IST