નેહા કક્કડની પ્રેગ્નેન્સીની ખબર છે ખોટી, ગીતનાં પ્રમોશન માટે પબ્લિસિટી સ્ટંટ

News18 Gujarati
Updated: December 19, 2020, 4:00 PM IST
નેહા કક્કડની પ્રેગ્નેન્સીની ખબર છે ખોટી, ગીતનાં પ્રમોશન માટે પબ્લિસિટી સ્ટંટ
નેહા અને રોહનપ્રીતનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી

નેહાની આ હરકતથી સોશિયલ મીડિયા પર ફેન્સ ઘણાં નારાજ થયા છે. પ્રેગ્નેન્સીની ખબરનો ઉપયોગ તેનાં અપકમિંગ સોન્ગાં પ્રમોશન માટે કરવા તેની ક્લાસ લગાવી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ ગત દિવસે એક તસવીર શેર કરી હતી. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. આ તસવીર શેર કર્યાનાં થોડા સમયમાં જ લોકોએ વધામણીઓ આપવાની શરૂ કરી હતી. પણ સત્ય એ છે કે, તે માતા નથી બનવાની. પણ આ બધુ તેમનાં નવાં સોન્ગ માટે પબ્લિસિટી સ્ટંટ હતો. સોશિયલ મીડિયા પર આ વાત સામે આવ્યા બાદ હવે લોકો તેની ક્લાસ લગાવી રહ્યાં છે.

સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ તેનાં સોન્ગનું પોસ્ટર શેર કર્યુ છે. આ પોસ્ટ રશેર કરતાં જ તેણે લખ્યું છે, 'ખ્યાલ રખ્યા કર 22 ડિસેમ્બરનાં આવી રહ્યું છે.' શુક્રવારનાં નેહા કક્કડની એક તસવીર આવી હતી, જેમાં તે પ્રેગ્નેન્ટ દેખાતી હતી. તેણે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, 'ખ્યાલ રખ્યા કર'. જેનાં પર રોહનપ્રિતે કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'અબ તો ઔર જ્યાદા ખ્યાલ રખના પડેગા'

નેહાની આ હરકતથી સોશિયલ મીડિયા પર ફેન્સ ઘણાં નારાજ થયા છે. પ્રેગ્નેન્સીની ખબરનો ઉપયોગ તેનાં અપકમિંગ સોન્ગાં પ્રમોશન માટે કરવા તેની ક્લાસ લગાવી હતી.
આવું પહેલી વખત નથી જ્યારે નેહા ચર્ચામાં હોય આ પહેલાં તેનાં લગ્નની અચાનક જાહેરાત કરીને તે ન્યૂઝમાં રહી હતી અને તે પહેલાં તેનું નામ આદિત્ય નારાયણની સાથે જોડાયું હતું ત્યારે તેમનાં લગ્ન સુધી વાત પહોંચી ગઇ હતી. આદિત્ય શોનો હોસ્ટ છે અને નેહા કક્કડ જજ. તે હમેશાં નેહાની સાથે ફ્લર્ટ રકતો નજર આવતો હતો. એટલું જ નહીં બંનેનાં માતા-પિતા પણ શોમાં આવ્યાં હતાં. જ્યાં લગ્નની વાત સુધી ચર્ચાઓ થઇ હતી.

આ પણ વાંચો-ક્રિતી સેનન થઇ કોરોના ફ્રી, 10 દિવસમાં કોરોના સામે જીત્યો જંગ

જોકે, આ આદિત્ય અને નેહા વચ્ચેનો રોમાન્સ પણ માત્ર સ્ટંટ હતો. શોમાં દર્શકોનું એન્ટરટેઇનમેન્ટ કરવાં માટે તેઓ આમ કરતાં હતાં. જોકે બંનેનાં રિલેશન પર ચર્ચાઓ થવા લાગી હતી. જે બાદ તેમનું સોન્ગ ગોવા વાલા બીચ પણ આવ્યું હતું.
Published by: Margi Pandya
First published: December 19, 2020, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading