નેહા કક્કડે ખુલ્લેઆમ પતિ રોહનપ્રીતની Exને આપી ધમકી, કોલ કર્યો તો.. VIDEO VIRAL

News18 Gujarati
Updated: January 18, 2021, 5:11 PM IST
નેહા કક્કડે ખુલ્લેઆમ પતિ રોહનપ્રીતની Exને આપી ધમકી, કોલ કર્યો તો.. VIDEO VIRAL
નેહા કક્કડ

નેહા કક્કડ (Neha Kakkar)એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પતિ રોહનપ્રીત (Rohanpreet Singh)ને પ્રેમની જગ્યાએ ધમકાવતી નજર આવે છે. નેહા અને રોહનપ્રીતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નેહા રોહનપ્રીત સિંહ તેની એક્સને કોલ ન કરવાની સલાહ આપે છે. સાથે જ તેની એક્સ પર ગુસ્સો કરી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત સિંગર નેહા કક્કર (Neha Kakkar) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેનાં ફેન્સની સાથે તેની તસવીરો અને ક્યૂટ વીડિયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા (Social Media) દ્વારા નેહા તેનાં ફેન્સથી આ બધુજ શેર કરતી હોય છે. નેહા કક્કડ સોશિયલ મીડિયા (Neha Kakkar Video) પર ઘણી વખત પતિ રોહનપ્રીત સિંહ (Neha Kakkar Rohanpreet Singh) ને પ્રેમનો એકરાર કરતી નજર આવે છે. પણ આ વખતે મામલો જરાં અલગ છે.

નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પતિ રોહનપ્રીતને પ્રેમ કરવાની જગ્યાએ ધમકાવતી નજર આવે છે. નેહા અને રોહનપ્રીતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નેહા રોહનપ્રીત સિંહને તેની એક્સને કોલ ન કરવાની સલાહ આપે છે. સાથે જ તેની એક્સ પર ગુસ્સો કરી રહી છે. વીડિયોની કેપ્શનમાં નેહાએ લખ્યું છે કે, 'હું તેની એક્સથી..' આ સાથે જ એન્ગ્રી ઇમોજી પણ પોસ્ટ કરી છે.

વીડિયો શેર કરતાં જ નેહાએ લખ્યું છે કે, એક્સ કોલિંગ.. અચ્છા કર તૂ કોલ ફિર બતાતી હૂ.. હા હા હા.. રોહનપ્રીત સિંહ મને આ ગીતથી પ્રેમ છે.. નેહા અને રોહનપ્રીત સિંહનાં ફેન્સની વચ્ચે બંનેનો આ ક્યૂટ વીડિયો ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. યૂઝર કમેન્ટ દ્વારા બંનેની કેમેસ્ટ્રીનાં વખાણ કરી રહ્યાં છે આપને જણાવી દઇએ કે, ગત વર્ષે 2020માં આ કપલનાં લગ્ન થયા છે. બંનેનાં લગ્નથી લઇ હનીમૂન સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આપને જણાવી દઇએ કે, બંનેનાં પ્રેમ અને ક્યૂટ ફોટોઝ અને વીડિયો ચર્ચામાં છે..
Published by: Margi Pandya
First published: January 18, 2021, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading