નેહા કક્કડનાં પિતા ચા-સમોસા વેચી ચલાવતા હતાં પરિવાર, જાણો સિંગરની સ્ટ્રગલ કહાની
News18 Gujarati Updated: February 8, 2021, 12:59 PM IST
નેહા કક્કડની સ્ટ્રગલ સ્ટોરી
પાપા સોનૂ દીદીનાં કોલેજની બહાર ચા-સમોસા વેચતા હતાં. જે કારણે બાળકો તેમનાં પર ટોન્ટ પણ મારતા હતાં. આપને જણાવી દઇે કે, નેહા કક્કડ (Neha Kakkar)એ તેનાં જીવનને ગીતનાં માધ્યમથી સૌની સામે મુકી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ને આજે સૌ કોઇ જાણે છે. તેનાં ગીતને લોકો ખુબ પસંદ કરે છે. અત્યાર સુધીનાં તેનાં કરિયરમાં નેહા કક્કડ (Neha Kakkar)એ ઘણાં બધા સુપરહિટ સોન્ગ આપ્યા છે. તે ન ફક્ત તેનાં ગીતોને કારણે પણ તેની સેલ્ફીને કારણે પણ ચર્ચામાં રહે છે. પણ આજે તે જે જગ્યાએ પહોંચી છે ત્યાં સુધીની તેની સફર ઘણી જ સંઘર્ષ ભરેલી હતી.
નેહા કક્કડ (Neha Kakkar)ને આ સફળતા સહેલાઇથી નથી મળી. નેહા કક્કડ (Neha Kakkar) પણ ઘણાં અવસર પર તેનાં જીવનનાં સફર અંગે વાત કરી ચુકી છે. આવો જાણીએ નેહા કક્કડ (Neha Kakkar)નાં સંઘર્ષની કહાની.
આજે નેહા કક્કડ (Neha Kakkar) નું નામ ટોપ સિંગર્સની લિસ્ટમાં શામેલ થઇ ગયું છે. નેહા ગાવા ઉપરાંત સિંગિંગ રિયાલિટી શો જજ પણ કરે છે. તેણે એક વખત સિંગિગ શો 'સારેગામાપા લિટલ ચેમ્પ્સ' (SaReGaMaPa Little Champs)માં તેની સફળતાનો શ્રેય તેની બહેન સોનૂને આપ્યો હતો.
શોમાં નેહાએ કહ્યું હતું કે, 'મે ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. સોનૂ દીદીએ પણ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. મારો પરિવાર મ્યૂઝિકથી કોઇ જ સંબંધ રાખતો નથી. સોનૂ દીદી અમારા ઘરની પહેલી સિંગર હતી. જો તે ન હોત તો કદાચ આજે હું સિંગર ન હોત. હું આજે જે પણ છું, સોનૂ દીદીને કારણે છું. સોનૂ અને ટોની (તેનો ભાઇ) મારી જાન છે.'
નેહા નાના શહેરથી આવે છે તેથી તેનાં પર ઘણી બધી બંદીશો પણ હતી. તેણે એક વખત જણાવ્યું હતું કે, નાના શહેરનાં લોકોને મોટા સપના જોવાનો અધિકાર નથી હોતો, એવામાં બસ પ્રયાસ એજ રહેતો હતો કે અમે જે કરીએ તે શ્રેષ્ઠ કરીએ. અમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી.
પાપા સોનૂ દીદીનાં કોલેજની બહાર ચા-સમોસા વેચતા હતાં. જે કારણે બાળકો તેમનાં પર ટોન્ટ પણ મારતા હતાં. આપને જણાવી દઇે કે, નેહા કક્કડ (Neha Kakkar)એ તેનાં જીવનને ગીતનાં માધ્યમથી સૌની સામે મુકી હતી.
Published by:
Margi Pandya
First published:
February 8, 2021, 12:59 PM IST