જુની અંજલી પાછી ફરી, ગોકુલધામમાં?, સેટ પર શૂટિંગનો VIDEO કર્યો પોસ્ટ

News18 Gujarati
Updated: December 20, 2020, 12:45 PM IST
જુની અંજલી પાછી ફરી, ગોકુલધામમાં?, સેટ પર શૂટિંગનો VIDEO કર્યો પોસ્ટ
તારક મહેતાની અંજલી ભાભી

ટેલીવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની અંજલી ભાભી (Anjali BhaAbhi) નેહા મેહતા (Neha Mehta)નો સેટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ ફેન્સ માની રહ્યા છે કે, અંજલી ભાભી (Anjali Bhabhi) શોમાં વાપસી કરી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 10 વર્ષથી વધુ સમય સુધી શોનો હિસ્સો રહી ચૂકેલી અને અંજલી ભાભી (Anjali Bhabhi)ની ભૂમિકા ભજવનાર નેહા મેહતા (Neha Mehta)એ થોડા સમય પહેલાં જ શો છોડી દીધો હતો. જેના બાદ તેની વાપસીને લઈને મેકર્સે અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, વાત ન બનતા બાદમાં નવી અંજલી ભાભીની શોધ શરૂ કરી હતી. અને એક્ટ્રેસ સુનૈના ફૌજદાર (Sunaina Fojdar) અંજલી ભાભીનાં પાત્રમાં નજર આવે છે.

જોકે હાલમાં, નેહા મેહતા (Neha Mehta)એ તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું છે કે, ન્યૂ પ્રોજેક્ટ. જો કે, આ ન્યૂ પ્રોજેક્ટ શું છે. તેના વિશે કોઈ માહિતી આપી નથી. ખાસ વાત એ છે કે, આ વીડિયોનું શૂટિંગનાં લોકેશનમાં ગોકુલધામ સોસાયટી લખેલું આવે છે. જેથી એવી વાતો છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah) માં તેમની વાપસી થઈ રહી છે.એક તરફ નેહાનાં ફેન્સ તેનાં વીડિયો પર સવાલ કરી રહ્યાં છે કે, નેહા શોમાં વાપસી કરી રહી છે અને તે ફરી અંજલી ભાભીની ભૂમિકામાં જોવા મળશે. નેહા મહેતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શોમાં વાપસી તરફ ઈશારો કરી રહી છે. તેણે શોમાં વાપસીવાળો એક અહેવાલ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં મુક્યો હતો.


તારક મેહતા શો એ હાલમાં જ 12 વર્ષ પૂરા કર્યા છે. તેની સાથે ગત મહિને ત્રણ હજાર એપિસોડ પણ પૂરા કર્યા છે.
Published by: Margi Pandya
First published: December 20, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading