તારક મહેતાની નવી સોનુ અને આ કલાકાર વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ... ?

News18 Gujarati
Updated: January 29, 2021, 6:05 PM IST
તારક મહેતાની નવી સોનુ અને આ કલાકાર વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ... ?
પલક સિદ્ધવાની

પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને ઘણી વાર તે હોટ તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પરિવાર સાથે હમેશાં સંપર્કમાં રહે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નો શો અને તેના પાત્રો હંમેશા ચર્ચામાં રહે છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ શોમાં કોઈ રમુજી ઘટના હોય છે અથવા તો પછી શોના કોઈ પાત્રોના અંગત જીવનનું કારણ હોય. ફરી એકવાર શોના 2 કલાકારો તેમના અંગત જીવનને લઈ ચર્ચામાં આવ્યા છે.

આ વખતે પલક સિધવાણી (Palak Sidhwani) કે જે સોનુનું પાત્ર ભજવે છે અને સામય શાહ (Samay Shah) કે જે ગોગીનો રોલ કરી રહ્યો છે, આ બન્ને ચર્ચામાં આવ્યા છે. શોમાં આ પાત્રો એકબીજા વચ્ચે સારા મિત્રો છે, પરંતુ હવે આવી જ કેટલીક અફવાઓ તેમના અંગત જીવનને લઇને ઉડી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહની કાસ્ટમાં પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને ઘણી વાર તે હોટ તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તે તેના ફેન્સ સાથે એક પરિવારની જેમ વર્તે છે.
હાલમાં જ તેણે બ્લેક એન્ડ વ્હાઇટ ચેક ટોપમાં પોતાનો ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં એમ પણ લખ્યું કે, ‘હાય, ઇન્સ્ટાગ્રામ પરિવાર, તમે કેમ છો?!’ પલકની આ પોસ્ટ પર શાહે કોમેન્ટ સેક્શનમાં કિસિંગ ઇમોજી મૂક્યા. પછી પલકે પણ હાર્ટના ઇમોજી સાથે સમયની કોમેન્ટનો જવાબ આપ્યો હતો. ત્યારે હવે બન્ને વચ્ચે કંઈક ખિચડી રંધાઈ રહી છે એવા સમચારા વહેતા થયા છે
Published by: Margi Pandya
First published: January 29, 2021, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading