Sadak-2 Trailer: 6.2Mએ કર્યુ ડિસલાઇક, જબરદસ્ત વિરોધ વચ્ચે પૂજા ભટ્ટે કહ્યું...

News18 Gujarati
Updated: August 13, 2020, 3:47 PM IST
Sadak-2 Trailer: 6.2Mએ કર્યુ ડિસલાઇક, જબરદસ્ત વિરોધ વચ્ચે પૂજા ભટ્ટે કહ્યું...
પૂજા ભટ્ટે આપ્યો ટ્રોલર્સને જવાબ

પૂજા ભટ્ટ (Pooja Bhatt)એ સડક 2નાં ટ્રેલર (Sadak 2 Trailer)ને મળી રહેલી ભારે ડિસલાઇક્સ પર પોતાનું રિએક્શન આપ્યુ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સંજય દત્ત (Sanjay Dutt) આલિયા ભટ્ટ (Alia Bhatt) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) સ્ટાર ફિલ્મ 'સડક-2'નાં ટ્રેલરનો (Sadak 2 Trailer) ભારે વિરોધ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર ટ્રેલરને ભારે ડિસલાઇક્સ મળી રહી છે. અત્યાર સુધીમાં 6.2 મિલિનય લોકોએ સડક-2નું ટ્રેલર ડિસલાઇક કર્યુ છે. ત્યારે હવે આ મામલે પૂજા ભટ્ટનું (Pooja Bhatt) રિએક્શન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે આ વિરોધનો તેને કંઇ ફરક પડતો નથી.

પૂજા ભટ્ટે 'સડક-2'ને ટ્રોલ કરી રહેલાં લોકોને જવાબ આપ્યો છે. એક ટ્વિટર યૂઝરે પૂજા ભટ્ટને ટેગ કરીને લખ્યુ છે કે, 'પૂજા ભટ્ટ હેટર્સ માટે ચિંતા કરવાની જરૂર નથી. 6.2 મિલિયન ડિસલાઇક્સ છતાં પણ સડક-2 નંબર 1 ટ્રેડિંગ પર છે. ફિલ્મ માટે શુભકામનાઓ. '

આ પણ વાંચો- SSR Case LIVE: EDની તપાસમાં ખુલાસો, Ex GFનાં ઘરની EMI ભરતો હતો સુશાંત સિંહ રાજપૂત

આ પણ વાંચો- SSR Case: સુશાંતની ડાયરીનાં તે ખાસ 15 પન્ના, કર્યુ હતું ભવિષ્યનું સોલિડ પ્લાનિંગ


આ યૂઝરની પોસ્ટનાં રિપ્લાયમાં પૂજા ભટ્ટે હસતાં ઇમોજી મુક્યા છે અને લખ્યુ છે કે, 'મને જરાં પણ ચિંતા નથી લવર્સ/હેટર્સ એક સિક્કાની બે બાજુ છે. પોતાનો સમય આપવા માટે અને તેને ટ્રેન્ડિંગ બનાવવી રાખવા માટે મારે બંનેને શ્રેય આપવો પડશે. આપની શુભેચ્છા માટે ધન્યવાદ'

પૂજા ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ


પૂજા ભટ્ટની આ ટ્વિટ પર તેની માતાએ રિટ્વિટ કરીને તેનાં વખાણ કર્યા છે અને લખ્યુ છે કે, 'સ્માર્ટ ગર્લ, બહુજ સાચી વાત છે'

પૂજા ભટ્ટની માતા સોની રાઝદાન દ્વારા કરવામાં આવેલી ટ્વિટ



આપને જણાવી દઇએ કે, સડક-2ની લાંબા સમયથી ચર્ચા હતી. ટ્રેલર રિલીઝ થયા બાદ તે સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની ગયો છે. આ ફિલ્મને વધુ દિલચસ્પ બનાવવા માટે સંજય દત્તની જુની 'સડક'ની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ લેવામાં આવી છે. જે સાથે દર્શાવવામાં આવ્યું છે કે, આલિયા ભટ્ટ ફેક ગુરુઓ વિરુદ્ધ જંગ લડતી નજર આવશે.
Published by: Margi Pandya
First published: August 13, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading