પ્રકાશ જાવડેકર બોલ્યા, OTT પ્લેટફર્મનાં નિયમન માટે જલ્દી જ જારી કરવામાં આવશે ગાઇડલાઇન્સ
News18 Gujarati Updated: January 31, 2021, 5:48 PM IST
પ્રકાશ જાવડેકર
કેન્દ્ર સરકારે વેબ સીરિઝ (Web Series)નાં કન્ટેન્ટ અંગે વધતા વિવાદનો સ્થાયી સમધાન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ કહ્યું કે, સરકાર જલ્દી જ OTT પ્લેટફર્મ અને ઓનલાઇન સ્ટ્રીમિંગ કન્ટેન્ટનાં રેગ્યુલેશનની ગાઇડલાઇન જાહેર કરી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વેબ સીરીઝ (Web Series)નાં કન્ટેન્ટ અંગે વધતા વિવાદનું સ્થાયી સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં OTT પ્લેટફર્મ (OTT Platform) અને ઓનલાઇન સ્ટ્રીમિંગ કન્ટેન્ટનાં નિયમનની વ્યવસ્થા કરવાાં જ રેગ્લુલેશનની ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાસ જાવડેકર (Prakash Javadekar)એ રવિવારે કહ્યું કે, મંત્રાલય બાદ જલ્દી જ ઓવર ધ ટોપ (OTT) પ્લેટફર્મ માટે દિશા-નિર્દેશ જાહેર કરશે. કારણ અહીં જોવા મળતી કેલીક સીરીઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. હાલમાં જ 'તાંડવ' વેબ સીરિઝ, મિર્ઝાપૂર વેબ સીરિઝ બાદ OTT પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ 'અ સૂટેડબલ બોય' અંગે પણ ઘણો વિવાદ થયો હતો તેનાં વિરુદ્ધ પણ ઘણાં કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
જાવડેકરે મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં કહ્યું કે, 'અમને OTT પ્લેટફર્મ પર હાજર કેટલીક વેબ સીરિઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ ફિલ્મ અને સીરિયલ્સ ડિજિટલ સમાચાર પત્ર, કેબલ ટેલીવિજન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ કે સેન્સર બોર્ડનાં દાયરામાં નથી આવતી.' જલ્દી જ આ તમામનાં દિશા નિયમ માટે કેટલાંક ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવશે.
મંત્રી તેમ પણ જાહેરાત કરી છે કે, 1ફેબ્રુઆરીથી સિનેમાહોલમાં સંપૂર્ણ સીટ ભરવાની અનુમતિ આપવામાં આવી છે. પણ આ સાથે જ કોવિડ 19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. OTT પ્લેટફર્મ પર સામગ્રીએ હાલમાં વિવાદને જન્મ આપ્યો ચે. જેને કારણે વિવાદ થયો તે કાર્યક્રમનાં નિર્માતાઓને લાભ મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશનાં લખનઉ, ગ્રેટર નોએડા અને શાહજહાંપુરમાં ત્રણ FIR દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં બે અને કર્ણાટક અને બિહારમાં એક એક FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ અન્ય આપરાધિક મામલા મહારાષ્ટ્ર દિલ્હી અને ચંદીગઢમાં પણ નોંધાયા છે.
Published by:
Margi Pandya
First published:
January 31, 2021, 5:48 PM IST