પ્રેગ્નેન્ટ લીઝા હૈડને બિકિનીમાં શેર કર્યો ફોટો, દેખાડ્યું ક્યૂટ બેબી બમ્પ, ત્રીજી વખત બનશે મા
News18 Gujarati Updated: February 18, 2021, 4:32 PM IST
લિસા હેડન, એક્ટ્રેસ
પ્રેગ્નેન્સી પીરિયડમાં લીઝા હેડન (Lisa Haydon) ફેમિલી સાથે રજાઓ મનાવી રહી છે. લીઝા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર તેની તસવીર શેર કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોઇ એક્ટ્રેસ હોય કે સામાન્ય મહિલા કેમ ન હોય તેમનાં માટે પ્રેગ્નેન્સીનો સમય સહેલો નથી હોતો. હાલમાં લીઝા ત્રીજી વખત માતા બનવાની છે. તે તેનો પ્રેગ્નેન્સી ટાઇમ સંપૂર્ણ એન્જોય કરી રહી છે. બોલ્ડનેસ માટે બોલિવૂડ (Bollywood)માં ઓળખ જમાવનારી લીઝા હેડન (Lisa Haydon) જાતે જ તેનાં ત્રીજા બાળક અંગેની માહિતી (Lisa Haydon Pregnancy) આપવાની છે. હાલમાં જ તેણે તેની બિકિની તસવીર સામે આવી છે. જેમાં તેનો ક્યૂટ બેબી બંપ દેખાય છે.
પ્રેગ્નેન્સી પીરિયડમાં લીઝા હેડન (Lisa Haydon) ફેમિલી સાથે રજાઓ મનાવી રહી છે. લીઝા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર તેની તસવીર શેર કરી છે. જેમાં ક્યૂટ બેબી બંપ જોવા મળે છે. લીઝાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં લીઝા બિકિની પહેરેલી નદીની વચ્ચે ઉભેલી નજર આવે છે. તેણે માથે ટોપી પહેરી છે. આ ફોટોમાં લીઝા ખુબજ સુંદર એન્જોય કરતી નજર આવે છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે, જાન્યુઆરી 2021માં લેવામાં આવી છે.
લીઝા હેડન બોલિવૂડની તે એક્ટ્રેસમાંથી એક છે જે ભલે ફિલ્મોમાં લિડ રોલ ન કરી હોય પણ તેનો ફિલ્મોમાં નાનો પણ દમદાર રોલ હોય છે તે તેની ફિલ્મોમાં યાદગાર રોલ કરવા માટે જાણીતી છે. તે 2017માં પહેલી પ્રેગ્નેનસી દરમિયાન તે ખુબજ ચર્ચામાં રહી હતી. પહેલી અને બીજી પ્રેગ્નેન્સી લીઝાએ ખુબજ એન્જોય કરી હતી હવે તે ત્રીજી વખત માતા બનવા જઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, લીઝા હેડને ઓક્ટોબર 2016માં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતાં તે બાદ મે 2017માં તેણે તેનાં પહેલાં દીકરા જેકને જન્મ આપ્યો. લીઝા 2020 ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની. લીઝા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. તેણે થોડા સમય પહેલાં જ તેની ત્રીજી પ્રેગ્નેન્સી અંગે માહિતી શેર કરી હતી
Published by:
Margi Pandya
First published:
February 18, 2021, 4:32 PM IST