Priyanka Chopra એ 'Unfished'માં કર્યો ખુલાસો- 'ડિરેક્ટરએ આપી હતી બ્રેસ્ટ સર્જરીની સલાહ'

News18 Gujarati
Updated: February 9, 2021, 1:56 PM IST
Priyanka Chopra એ 'Unfished'માં કર્યો ખુલાસો- 'ડિરેક્ટરએ આપી હતી બ્રેસ્ટ સર્જરીની સલાહ'
પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસ

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Book Unfinished)એ તેની બૂકમાં ઘણાં રહસ્ય ખોલ્યા છે. તેની બૂકમાં તેણે તેની સર્જરી અંગે વાત કરી છે. અને એક ડિરેક્ટરનો પણ ઉલ્લેખ છે. તેણે તેનાં લૂકમાં ચેન્જ કરવા માટે તેને પ્લાસ્ટિક સર્જરીની સલાહ આપી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેની બૂક 'અનફિનિશ્ડ' (Unfinished) અંગે ચર્ચામાં છે. 'અનફિનિશ્ડ'માં પ્રિયંકા ચોપરાએ તેનાં જીવનનાં ઘણાં રહસ્યો પરથી આ બૂકમાં પડદા ઉઠાવ્યા છે અને તેનાં ફેન્સને તેની પર્સનલ લાઇફથી રુબરુ કરાવી છે. તેનાં સ્ટ્રગલનાં દિવસોથી લઇને સફળતાની સીડીઓ ચડવા સુધી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Book Unfinished) આ બૂકમાં ઘણાં રહસ્ય ખોલ્યા છે. આ બૂકમાં તેણે તેની સર્જરી અંગે પણ વાત કરી છે. અને એક ડિરેક્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે. જેણે તેનાં લૂકને ચેન્જ કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી.






View this post on Instagram






A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)






પ્રિયંકા ચોપરાની આ બૂક આજે રિલીઝ થવાની છે. પ્રિયંકા ચોપરાએ તેની બૂકમાં કેટલાંક ખુલાસા કર્યા છે જેમાંથી એક છે પ્લાસ્ટિક સર્જરીની સલાહ. પ્રિયંકાએ આ બૂકમાં જણાવ્યું છે કે, જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને તે અહીં ટકી રહેવાનાં પ્રયાસમાં હતી ત્યારે એક પ્રોડ્યુસર/ડિરેક્ટરને તે મળી હતી ત્યારે તેણે તેને ગોળ ફરવા કહ્યું હતું. મને તે સમયે કંઇ સમજણ ન પડી આવું કેમ કહ્યું હું ફક્ત ગોળ ફરી તે ઘણાં સમય સુધી મને તાકતો રહ્યો હતો.

આ પણ વાંચો- અંકિતા લોખંડેએ BF વિક્કી જૈન માટે શેર કરી ફિલિંગ, દુખી થઇ ગયા સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ

જે બાદ તેણે મને બ્રેસ્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી. અને મને બટ્સ અને જો લાઇન પણ ઠીક કરાવવી જોઇએ તેવી સલાહ આપી હતી. જો મારે એક સક્સેસફૂલ એક્ટ્રેસ બનવું છે તો મારે આ બધુ કરાવવું ડશે. તેને લાગી રહ્યું હતું કે, મારી બ્રેસ્ટ અને બટનો આકાર યોગ્ય નથી. તેણે મને એક ડોક્ટરથી મળવાની સલાહ આપી હતી. તેણે મને કહ્યું કે, 'લોસ એન્જલસમાં મારી ઘણી ઓળખાણ છે. એક ડોક્ટર છે તુ તેને મળી શકે છે. આ ઘટના બાદ હું ઘણી પરેશાન થઇ ગઇ હતી એટલું જ નહીં હું મારી જાતને ઓછું આકવાં લાગી હતી.'
Published by: Margi Pandya
First published: February 9, 2021, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading