કાન્સમાં પહોંચતા પહેલાં જ ફાટ્યો હતો પ્રિયંકા ચોપરાનો ડ્રેસ, તુટી હતી ડ્રેસની ઝિપ

News18 Gujarati
Updated: January 29, 2021, 10:19 AM IST
કાન્સમાં પહોંચતા પહેલાં જ ફાટ્યો હતો પ્રિયંકા ચોપરાનો ડ્રેસ, તુટી હતી ડ્રેસની ઝિપ
પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસ

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, કઇ રીતે કાન્સ પહેલાં તેની ડ્રેસની ઝિપ તૂટી ગઇ હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે તેનાં ફેન્સની સાથે સાથે અવાર નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકા આવા જ એક કારણથી ચર્ચામાં આવી છે. તેણે તેનાં સોશિયલ મીડિયા પેજ પર કાન ફિ્લમ ફેસ્ટિવલ સાથે જોડાયેલો એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે રેડ કાર્પેટ પર ઉતરવાનાં થોડી મિનિટો પહેલાં જ તેની ડ્રેસની ઝિપ તુટી ગઇ હતી. આમ છતાં તેણે રેડ કાર્પેટ પર ઉતરવાનો કોન્ફિડન્સ રાખ્યો હતો. જેમાં તેની ટીમે તેને ખુબજ સાથ આપ્યો હતો.

પ્રિયંકા ચોપારએ તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ખુબજ સુંદર ફોટો શેર કરી છે. આ ફોટોમાં તે સ્ટાઇલિશ બ્લેક ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર ચાલતી નજર આવી રહી છે. તેનાં ચહેરાનો કોન્ફિડન્સ જોઇ આપ અંદાજો નહીં લગાવી શકો કે તેની ડ્રેસ અંગે તે કેટલી ટેન્શનમાં હતી. આ ફોટો કેપ્શનમાં પ્રિયંકાએ આખી ઘટનાનો ખુલાસો કર્યો છે. તેનાં ચહેરાનો કોન્ફિડન્સ જોઇ આપ અંદાજો પણ નહીં લગાવી શકો કે તેની ડ્રેસ અંગે તે કેટલી હદે પરેશાન હતી.પ્રિયંકાએ શેર કરેલી પોસ્ટ- 'હું બહારથી શાંત દેખાઉ છું પણ કદાચ કોઇને એ નહોતી ખબર કે હું અંદરથી કેટલી હદે પરેશાન હતી. આ વિન્ટેજ @roberto_Cavalli ડ્રેસની ઝિપ તુટી ગઇ હતી, જ્યારે તેને પહેરાવતાં હતાં ત્યારે આ બધુ થયું હતું. મને કાન્સમાં ગત વર્ષે રેડ કાર્પેટ પર ઉતરવાની ગણતરીની મિનિટો બાકી હતી, તેનો શું ઉપાય? મારી અદભુત ટીમે મારો ડ્રેસ 5 મિનિટમાં શીવી લીધો. તે પણ કારમાં કાન્સ સુધી પહોચવાનાં રસ્તામાં..'

આગળ પ્રિયંકા કહે છે કે, 'એવી જ BTS કહાની અંગે જુઓ મેટ ગાલા, મિસ વર્લ્ડ અને અન્ય મારી યાદોમાં.. #Unfinished માં'
Published by: Margi Pandya
First published: January 29, 2021, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading