વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે પ્રભાસની ફિલ્મ 'રાધે-શ્યામ' નું Teaser

News18 Gujarati
Updated: February 6, 2021, 3:48 PM IST
વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે પ્રભાસની ફિલ્મ 'રાધે-શ્યામ' નું Teaser
14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે રાધે શ્યામનું ટિઝર

'રાધેશ્યામ' (Radhe Shyam)યુરોપની એક મહાકાવ્ય પ્રેમ કથા માનવામાં આવે છે. આ ફિલ્મમાં 'પૈન ઈન્ડિયા' સ્ટાર પ્રભાસ (Prabhas)અને પૂજા હેગડે (Pooja Hegde) છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, શાશા છેત્રી, કુણાલ રોય કપૂર અને બીજા ઘણા કલાકારો શામેલ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ 'બાહુબલી' (Bahubali)પછી મેગા સ્ટાર્સ બની ચુકેલા અભિનેતા પ્રભાસની (Prabhas) મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'રાધે શ્યામ'ની ચાહકો રાહ જોઇ રહ્યા છે. ટી-સિરીઝ, યુવી ક્રિએશન્સના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મનું હિન્દી વર્ઝન લાવી રહ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે (Pooja Hegde) પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે વેલેન્ટાઇન ડે પર ફિલ્મની પહેલી ઝલક જોવા મળશે. ફિલ્મનું ટીઝર 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યું છે.

રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રાધે શ્યામ' (Radhe Shyam) બહુભાષીય રોમેન્ટિક પિરિયડ-ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગ 2 વર્ષ સુધી ચાલ્યું હતું. ફિલ્મનું શૂટિંગ મે 2020માં પૂર્ણ થયું હતું, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ અટકી હતી. ત્યારે પ્રભાસના ચાહકો હવે ફિલ્મના ટીઝર માટે ખૂબ ઉત્સાહિત છે.

'રાધેશ્યામ' યુરોપની એક મહાકાવ્ય પ્રેમ કથા માનવામાં આવે છે. આ ફિલ્મમાં 'પૈન ઈન્ડિયા' સ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, શાશા છેત્રી, કુણાલ રોય કપૂર અને બીજા ઘણા કલાકારો શામેલ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, પ્રભાસ ફોર્ચ્યુન ટેલરની ભૂમિકા નિભાવી રહ્યો છે, જ્યારે પૂજા હેગડે રાજકુમારી તરીકે જોવા મળી શકે છે. નિર્માતાઓ ફિલ્મની સ્ટોરી વિશે ખૂબ જ ચુસ્ત છે.

આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ ઉપરાંત યુરોપમાં ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ જ્યોર્જિયામાં પણ કરવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝ ડેટ હજી જાહેર થઈ નથી. ત્યારે દર્શકો એ જાણવા ઉત્સુક છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.
Published by: Margi Pandya
First published: February 6, 2021, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading