રાજીવ કપૂરને પ્રેમથી ચિમ્પુ કહેવામાં આવતા : અભિનેતાની શ્રેષ્ઠ અદાકારીની ગાથા

News18 Gujarati
Updated: February 9, 2021, 11:01 PM IST
રાજીવ કપૂરને પ્રેમથી ચિમ્પુ કહેવામાં આવતા : અભિનેતાની શ્રેષ્ઠ અદાકારીની ગાથા
રાજીવ કપૂર

તેમણે 1983માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે તેમના પરિવારના ઘણા સભ્યો સાથે પણ કામ કર્યું હતું.

  • Share this:
રાજીવ કપૂરને પ્રેમથી ચિમ્પૂ (Chimpu) કહેવામાં આવતા હતા. તેમણે 1983માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે તેમના પરિવારના ઘણા સભ્યો સાથે પણ કામ કર્યું હતું.

અભિનેતા-નિર્માતા રાજીવ કપૂરનું મંગળવારે 58 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ, રણધીર કપૂર અને ઋષિ કપૂરના ભાઈ હતા. તાજેતરના અહેવાલો મુજબ, તેમને તાત્કાલિક ઇનલેક્સ (Inlaks) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોની ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. તેમણે 1983માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે તેમના પિતા સહિત પરિવારના ઘણા સભ્યો સાથે કામ કર્યું હતું. અહીં રાજીવની કેટલીક આઇકોનિક ફિલ્મ્સની યાદી છે:

રામ તેરી ગંગા મેલી (Ram Teri Ganga Maili): 1985ની આ ફિલ્મ રાજીવની કારકિર્દીની સૌથી પ્રતિષ્ઠિત હિટ ફિલ્મ છે. તે મહાન ફિલ્મ નિર્માતા રાજ કપૂર દ્વારા નિર્દેશિત છેલ્લી ફિલ્મ હતી. રાજીવની સાથે મુખ્ય ભૂમિકામાં મંદાકિની હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ભારતીય સિનેમામાં તે સમયે અસામાન્ય કહી શકાય એવા કેટલાક બોલ્ડ દૃશ્યોને કારણે પણ આ ફિલ્મ વિવાદમાં આવી હતી.

એક જાન હૈ હમ (Ek Jaan Hain Hum): રાજીવ સાથે શમ્મી, તનુજા અને દિવ્યા રાણા અભિનીત, આ ફિલ્મ રાજીવની પહેલી ફિલ્મ હતી. 1983માં રિલીઝ થયેલ આ રોમાંસ (Romance) ડ્રામાનું નિર્દેશન રાજીવ મેહરા દ્વારા કરવામાં આવ્યું હતું.

જબરદસ્ત (Zabardast): 1985માં રિલીઝ થયેલી, આ ફિલ્મ નાસિર હુસેન દ્વારા નિર્દેશિત અંતિમ ફિલ્મ હતી. રાજીવ સાથે, સ્ટાર સ્ટડેડ કાસ્ટમાં સંજીવ કુમાર, સની દેઓલ, જયા પ્રદા અને અમરીશ પુરી શામેલ હતા. બોલિવૂડ સ્ટાર આમિર ખાને આ ફિલ્મ માટે તેના કાકા નાસિરના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

આસમાન (Aasmaan) : 1984ની આ ફિલ્મમાં માલા સિંહા, દિવ્યા રાણા, ટીના અંબાણી (મુનિમ) સહિતના કલાકારો સાથે રાજીવ હતાં. તેમણે ટોની જુનેજા દિગ્દર્શિત આ ફિલ્મમાં ડબલ રોલની ભૂમિકા ભજવી હતી.હમ તો ચલે પરદેશ: રવીન્દ્ર પીપટ નિર્દેશિત અને નિર્મિત તથા અનીસ બઝમી દ્વારા લખાયેલી આ ફિલ્મ 1988 માં ફિલ્મી પડદે આવી હતી. રાજીવે આ ફિલ્મમાં તેના કાકા શશી કપૂર સાથે કામ કર્યુ હતુ. જેમાં તેની રામ તેરી ગંગા મેલીની સહ-અભિનેત્રી મંદાકિની પણ હતી. આ ફિલ્મમાં અંજુ મહેન્દ્રુ અને કુલભૂષણ ખરબંદા પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

જિમ્મેદાર(Zimmedaar): અભિનેતા તરીકે રાજીવ ઉર્ફે ચિમ્પૂની આ છેલ્લી ફિલ્મ હતી. અનિતા રાજ અને કીમી કટકર અભિનીત આ ફિલ્મ 1990માં રિલીઝ થઈ હતી. આ મૂવી પછી તેમણે 1999માં રાજેશ ખન્ના, ઐશ્વર્યા રાય બચ્ચન અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ આ અબ લૌટ ચલે બનાવી હતી.
Published by: kiran mehta
First published: February 9, 2021, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading