રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'ની રિલીઝની તારીખનું થયું એલાન, ટીઝર થયું વાયરલ

News18 Gujarati
Updated: February 15, 2021, 11:19 PM IST
રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'ની રિલીઝની તારીખનું થયું એલાન, ટીઝર થયું વાયરલ
ફાઈલ

ફિલ્મ 'રૂહી'નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરથી ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

  • Share this:
મુંબઈઃ રાજકુમાર રાવ (Rajkumar Rao)ની આગામી ફિલ્મ 'રૂહી' (Roohi)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે ફિલ્મ 'સ્ત્રી'ની જેમ જ દર્શકોનું મનોરંજન કરી શકે છે. લોકો આ ફિલ્મની રિલીઝનું આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

જ્યારથી સિનેમા હોલ 100%ની ક્ષમતા સાથે ખોલવાનો નિર્ણય લેવાયો છે, ત્યારબાદથી ફિલ્મોના રીલીઝનું કામ શરૂ થઈ ગયું છે. હવે રાજકુમાર રાવ (Rajkumar Rao)ની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી' (Roohi) ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચુકી છે. આ ફિલ્મમાં રાજકુમમાર રાવ, વરૂણ શર્મા (Varun Sharma) અને અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ 'રૂહી'નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરથી ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે 'રૂહી'નું ટીઝર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ફિલ્મ 'રૂહી'નું પહેલું ટીઝર આજે રિલીઝ થયું છે અને તેનું ટ્રેલર આવતીકાલે એટલે કે મંગળવારે રિલીઝ થશે.

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

પહેલાં આ ફિલ્મનું નામ રૂહી આફઝા હતું, પરંતુ હવે આ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂનમાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવી પડી હતી. ફિલ્મ 'રૂહી' જિયો સ્ટુડિયોઝ અને દિનેશ વિજનની કંપની મેડોક ફિલ્મ્સ અને મૃગદીપ સિંહ લાંબા દ્વારા બનાવવામાં આવી છે.આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

દિનેશ વિજને આ અગાઉ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી બનાવી હતી. જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ તેમજ પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના મુખ્ય પત્રોમાં છે. આ ફિલ્મ એ જ શૈલીની છે. લોકોને પણ ફિલ્મથી વધારે આશા છે.

ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. ટીઝરને શેર કરતાં મેડોક ફિલ્મ્સે લખ્યું કે, 'દુલ્હનની જેમ થિએટરો શણગારવામાં આવશે'. આ ભૂતિયા લગ્નમાં આપનું સ્વાગત છે. જણાવી આપીએ કે આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું પહેલું ટીઝર સારું છે અને આ જોઈને લાગે છે કે ચાહકોનું ખુબજ મનોરંજન થવાનું છે.'રુહી' માં રાજકુમમાર રાવ, વરૂણ શર્મા અને જાહ્નવી કપૂર તેમજ પંકજ ત્રિપાઠી, એલેક્સ ઓનલ, સીમા પાહવા, આમના શરીફ અને રોનિત રોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે આ પહેલા જાહ્નવી કપૂર 'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' અને 'ધ ઘોસ્ટ સ્ટોરીઝ'માં જોવા મળી ચૂકી છે. તેમણે ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું.
Published by: ankit patel
First published: February 15, 2021, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading