મનીષ મલ્હોત્રાને મળ્યા રિદ્ધિમા અને નીતૂ કપૂર, શું શરૂ થઇ રણબીર-આલિયાનાં લગ્નની તૈયારીઓ?
News18 Gujarati Updated: February 23, 2021, 5:57 PM IST
(photo credit: instagram/@aliabhatt)
રણબીર કપૂર (Ranbir Kapoor)ની માતા નીતૂ કપૂર (Neetu Kapoor) અને બહેન રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahani)ને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા. એવામાં રણબીર-આલિયાનાં લગ્નની વાતોની ચર્ચાએ જોર પકડ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ને અવાર નવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. ઘણી વખત આલિયા રણબીર સાથે નજર આવે છે. ત્યારે તેમનાં લગ્નની વાતો હાલમાં જોર પકડ્યું છે. બંને એકબીજાનાં પરિવારવાળા સાથે પણ શારો એવો સમય વિતાવે છે. ત્યારે જ્યારે હાલમાં રણબીર કપૂરની માતા નીતૂ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahani)ને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા ત્યારે રણબીર- આલિયાનાં લગ્નની ખબરે જોર પકડી લીધુ છે.
રિદ્ધિમા કપૂર સહાની અને નીતૂ કપૂર મનીષ મલ્હોત્રાને ઘરની બહાર સ્પોટ કર્યા બાદથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નની તૈયારીઓની ચર્ચા શરૂ થઇ ગઇ છે. નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂરને તે સમયે મનીષ મલ્હોત્રા સાથે સ્પોટ કરવામાં આવ્યાં. જ્યારે બંને ઘરની બહાર નીકળી રહ્યાં હતાં. જોકે, મનીષ ઘરની બહાર નહોતો આવ્યો. પણ નીતૂ અને રિદ્ધિમાને ઘરની બહાર નીકળતા ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.
આ દરમિયાન નીતૂ કપૂરની દીકરી પણ હાજર હતી. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂરનો વીડિયો શેર કર્યો છે. જેની સાથે જ તેણે સુંદર કેપ્શન પણ લખી છે. 'અમારા મનમાં બે જ વાત આવે છે. એક બાળકો અને બીજા લગ્નો.. જ્યારે પણ લોકો ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં ઘરે કે સ્ટોરની બહાર દેખાય છે તો તેમને શંકા ભરી નજરે જોવા લાગે છે.'
Published by:
Margi Pandya
First published:
February 23, 2021, 5:53 PM IST