VIDEO: હોસ્પિટલથી ઘરે પોહોચ્યો રેમો ડિસૂઝા, પરિવારે આવી રીતે કર્યુ સ્વાગત

News18 Gujarati
Updated: December 19, 2020, 10:20 AM IST
VIDEO:  હોસ્પિટલથી ઘરે પોહોચ્યો રેમો ડિસૂઝા, પરિવારે આવી રીતે કર્યુ સ્વાગત
રેમો ડિસોઝા સાજો થઇ ઘરે પરત આવ્યો

આ જ પોસ્ટ પર રેમોનાં ખાસ મિત્ર અને ડાન્સ કોરિયોગ્રાફર ટેરેન્સ લ્યૂસે કમેન્ટ કરી છે અને લખ્યું છે કે, તને આ રીતે તારા પરિવાર સાથે જોઇને ખુબજ આનંદ થઇ રહ્યો છે. આ મારા દિવસની સૌથી સુંદર તસવીર છે. હું જેવો મુંબઇ આવું છું સૌથી પહેલાં તને મળવાં આવું છું.. ત્યાં સુધી ખુબ બધો પ્રેમ અને સકારાત્મકતા ભાઇ..

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસૂઝાનાં ફેન્સ માટે ખુશખબરી છે. રેમો હવે સાજો થઇને ઘરે પરત આવી ગયો છે. 11 ડિસેમ્બરની બપોરે રેમોને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. શુક્રવારની બપોરે રેમો ડિસૂઝા તેની પત્ની લિઝેલની સાથે તે ઘરે પહોચ્યો હતો.

રેમોએ પોતે તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેનાં ઘરમાં નજર આવે છે. આ સાથે જ તેનાં હાથમાં ઘણાં બધા ફુગ્ગા છે. જેમાંથી એક ફુગ્ગા પર લખ્યું છે 'વેલકમ હોમ'. એક અઠવાડિયા બાદ રેમો ઘરે પરત આવ્યો છે. આ અવસરે તેનાં પરિવારે તેનું શાનદાર સ્વાગત કર્યું છે. વીડિયો શેર કરતાં રેમોએ કેપ્શનમાં લખ્યું છે કે, 'આપ સૌનાં પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદધી હું પરત આવી ગયો છું. ધન્યવાદ..'








View this post on Instagram






A post shared by Remo Dsouza (@remodsouza)






આ જ પોસ્ટ પર રેમોનાં ખાસ મિત્ર અને ડાન્સ કોરિયોગ્રાફર ટેરેન્સ લ્યૂસે કમેન્ટ કરી છે અને લખ્યું છે કે, તને આ રીતે તારા પરિવાર સાથે જોઇને ખુબજ આનંદ થઇ રહ્યો છે. આ મારા દિવસની સૌથી સુંદર તસવીર છે. હું જેવો મુંબઇ આવું છું સૌથી પહેલાં તને મળવાં આવું છું.. ત્યાં સુધી ખુબ બધો પ્રેમ અને સકારાત્મકતા ભાઇ..

આ પહેલાં રેમોની પત્ની લિઝેલે તેનો હોસ્પિટલનો એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો હતો. જે વીડિયોમાં રેમો ડિસૂઝા મ્યૂઝિકનાં તાલ પર વ્હિલચેરમાં બેઠો બેઠો તેનાં પગથી સ્ટેપ કરતો નજર આવે છે.








View this post on Instagram






A post shared by Liz (@lizelleremodsouza)






આપને જણાવી દઇએ કે, રેમો ડિસૂઝાની સર્જરી થઇ ગઇ છે. ગત દિવસોમાં તેની પત્ની સતત તેની સાથે હતી. કોકિલાબેન હોસ્પિટલમાં રેમો ડિસૂઝાને જોવા માટે તેનાં નજીકનાં લોકો પહોચ્યા હતાં. આમિર અલી, પુનીત પાઠક, અહેમદ ખાન અને નોરા ફતેહી આવ્યા હતાં.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ ફાલતૂ અને એબીસીડી જેવી ફિલ્મોમાં બોલિવૂડમાં તેનાં કદમ જમાવ્યાં હતાં. તે ડાન્સ એકેડમી ચલાવે છે. રેમો ડિસૂઝા અત્યાર સુધીમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ઝલક દિખલાજા અને સ્ટાર પ્લસનાં શો ડાન્સ પ્લસ જેવાં શોને જજ કરે છે. રેમો તેની ઉત્તમ કોરિયોગ્રાફી માટે ઘણાં એવોર્ડ જીતી ચુક્યો છે.
Published by: Margi Pandya
First published: December 19, 2020, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading