8 વર્ષની ઉંમરે અલગ થઇ ગયા હતાં રેણુકા શહાણેનાં માતા-પિતા, જણાવ્યું છુટાછેડાનું દુખ

News18 Gujarati
Updated: January 22, 2021, 5:47 PM IST
8 વર્ષની ઉંમરે અલગ થઇ ગયા હતાં રેણુકા શહાણેનાં માતા-પિતા, જણાવ્યું છુટાછેડાનું દુખ
રેણુકા શહાણે, એકટ્રેસ અને ડિરેક્ટર

રેણુકા શહાણે (Renuka Shahane)એ કહ્યું કે, નાનપણમાં તે ઘણું ખરાબ અનુભવતી હતી. જ્યારે લોકો તેમનાં બાળકોને તેની સાથે રમતા રોકતા હતાં. લોકો અમને જોઇને કહેતાં કે હું તુટેલાં પરિવારમાંથી આવું છું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બાળકોની પરવરિશ માટે માતા પિતા બંનેું હોવું જરૂરી છે. પણ આ સુખ ઘણાં બાળકોને મળતું નથી. તેમાની એક છે. રેણુકા શહાણે (Renuka Shahane). 8 વર્ષની ઉંમરમાં માતાપિતાથી અલગ થઇ ગઇ અને તેનું દુખ મને આજે પણ છે. હાલમાં જ તેણે તેનાં બાળકપણની કેટલીક વાતો જાહેર કરી હતી. બાળપણમાં તેનાં માતા પિતાનાં છુટાછેડા થઇ ગયા હતાં. જેનો તેમનાં જીવન પર ઉંડો અસર પડ્યો હતો. તેમનું દુખ જાહેર કરતાં કહ્યું કે, સમાજ તેમની સાથે ભેદભાવ કરતો હતો. લોકો તેમનાં બાળકોને તેની સાથે રમવાં નહોતા દેતાં. કારણ કે તે એક તુટેલા પરિવારમાંથી આવતી હતી.

રેણુકા શહાણે (Renuka Shahane)એ તેનાં બાળપણની કહાની નેટફ્લિક્સનાં એક સ્પેશલ એપિસોડ Behensplainingમાં જણાવી હતી. રેણુકાએ જણાવ્યું કે, મારા માતા પિતા તે સમયે અલગ થયા જ્યારે મારી ઉંમર 8 વર્ષની હતી.લોકો અમને જોતા અને કહેતા કે અમે તુટેલાં પરિવારમાંથી આવીએ છીએ। અહીં સુધી કે લોકો તેમનાં બાળકોને કહેતાં કે, તેઓ અમારી જોડે ન રમે. કારણ કે અમે તુટેલાં પરિવારમાંથી આવીએ છીએ. 'આ એવું હતું કે, તેઓ મારી સાથે રમશે તો પછી તેમનો પરિવાર તુટી જશે.'

ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચુકેલી રેણુકા હવે ડિરેક્શનમાં પગ મુકી રહી છે. તેણએ કાજલનાં લીડ રોલ વાલી ફિલ્મ 'ત્રિભંગા'નું ડિરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં કાજોલ એક ઓડિસી ડાન્સર છે. કાજોલ ઉપરાંત ફિલ્મમાં તનવી આઝમી અને મિથિલા પાલકર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઇ છે.
Published by: Margi Pandya
First published: January 22, 2021, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading