ખેડૂત આંદોલન: રિહાના અને ગ્રેટાની ટ્વીટ્સ પર બે ભારત રત્ન લતા મંગેશકર અને સચિન તેન્ડૂલકરનો જવાબ

News18 Gujarati
Updated: February 4, 2021, 1:03 PM IST
ખેડૂત આંદોલન: રિહાના અને ગ્રેટાની ટ્વીટ્સ પર બે ભારત રત્ન લતા મંગેશકર અને સચિન તેન્ડૂલકરનો જવાબ
લતા મંગેશ્કર અને સચિન તેન્ડૂલકર

કંગના રનૌત, (Kangana Ranaut) અક્ષય કુમાર (Akshay Kumar) અજય દેવગન (Ajay Devgan) એકતા કપૂર (Ekta Kapoor), વિરાટ કોહલી (Virat Kohli) સહિત અનેક હસ્તીઓએ લોકોને દેશના ભાગલા પાડનારા કાવતરાંથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત બે ભારત રત્નએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ (Farm Law 2020) ને લઈને દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન (Farmer Protest) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ છે પોપ સિંગર રિહાના (Kangana Ranaut), પર્યાવરણીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thanburg) અને મિયા ખલિફા (Mia Khalifa) જેવી કેટલીક વિદેશી હસ્તીઓ તેના પર ટ્વીટ કરી રહી છે અને ભારતની જાણીતી હસ્તીઓએ તેનો જવાબ આપ્યો છે. કંગના રાનૌત, (Kangana Ranaut) અક્ષય કુમાર, (Akshay Kumar) અજય દેવગન (Ajay Devgan) એકતા કપૂર (Ekta Kapoor), વિરાટ કોહલી (Virat Kohli) સહિત અનેક હસ્તીઓ છે, જેમણે લોકોને દેશના ભાગલા પાડનારા કાવતરાંથી દૂર રહેવાની સલાહ આપી છે. હસ્તીઓ ઉપરાંત દેશના બે ભારત રત્ન પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

ભારત રત્નથી સન્માનિત પ્રખ્યાત બેટ્સમેન સચિન તેંડુલકરે કોઈનું નામ લીધા વિના કહ્યું છે કે ભારતના આંતરિક મામલામાં વિદેશીઓની ભૂમિકા ફક્ત પ્રેક્ષકો સુધી મર્યાદિત છે, નહિ કે હિસ્સેદારની. તેમણે દેશવાસીઓને એક દેશ તરીકે એક થવા માટે અપીલ કરી હતી. 'ગોડ ઓફ ક્રિકેટ' ના નામે દુનિયાભરમાં પ્રખ્યાત સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે,

'ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરી શકાય એમ નથી. વિદેશી તાકાતો ફક્ત જોઈ શકે છે, પરંતુ તેમાં ભાગ લઈ શકશે નહીં. ભારતને ભારતીયો જાણે છે અને ભારત માટે નિર્ણય ભારતીયોએ જ લેવો જોઈએ. ચાલો આપણે એક રાષ્ટ્ર તરીકે એક એકસાથે રહીએ.'

ભારત ગૌરવશાળી રાષ્ટ્ર- લતા મંગેશકર- આ દરમિયાન સ્વરોની મલ્લિકા અને ભારત રત્ન લતા મંગેશકરે કહ્યું કે, ભારત એક ગૌરવશાળી રાષ્ટ્ર છે અને આપણે બધાં ભારતીયો આપણું માથું ઊંચું કરીને ઉભા છીએ. એક સ્વાભિમાની ભારતીય તરીકે મારું માનવું છે કે આપણે એક દેશ તરીકે કોઈ પણ મુદ્દાનો સામનો કરી શકીએ છીએ. અમે અમારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓને સુખદ રીતે ઉકેલવા સક્ષમ છીએ.

ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન કર્યું જાહેર- ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની સંસદે તમામ દલીલો અને વાટાઘાટો પછી કૃષિ ક્ષેત્રેના સુધારાવાદી કાયદો પસાર કર્યો છે. આ સુધારાઓથી ખેડૂતોને મોટું બજાર અને સુવિધા મળશે. ભારતના કેટલાક ભાગોમાં ઘણા ખેડૂતોના ખુબજ નાના સમૂહને આ સુધારાઓ અંગે શંકા છે. કેટલાક જૂથો આ આંદોલન પર પોતાનો મુદ્દો લાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Published by: Margi Pandya
First published: February 4, 2021, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading