રિતેશ દેશમુખ અને જેનીલિયાએ મિત્રો સાથે ઉજવી 9મી વેડિંગ એનિવર્સરી, Instagram પર મૂક્યો આ ખાસ Video

News18 Gujarati
Updated: February 3, 2021, 7:18 PM IST
રિતેશ દેશમુખ અને જેનીલિયાએ મિત્રો સાથે ઉજવી 9મી વેડિંગ એનિવર્સરી, Instagram પર મૂક્યો આ ખાસ Video
રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસૂઝા તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ

રિતેશ દેશમુખ (riteish deshmukh ) અને જેનીલિયા ડિસુઝાએ (genelia dsouza) વીકએન્ડમાં હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું. વીડિયોમાં જુઓ કેવી કરી મસ્તી

  • Share this:
રિતેશ દેશમુખ (riteish deshmukh ) અને જેનીલિયા ડિસુઝાએ (genelia dsouza) વીકએન્ડમાં હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કૌલ, શબીર આહલુવાલિયા, આશિષ ચૌધરી અને સમિતા બગારગી હાજર રહ્યાં હતા.રિતેશ અને જેનીલિયા દેશમુખે શનિવારે એક હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તેઓની નજીકના મિત્રો કાંચી કૌલ, શબીર આહલુવાલિયા, આશિષ ચૌધરી અને સમિતા બંગારગીએ ભાગ લીધો હતો. કલાકારોએ સોશિયલ મીડિયા પર પાર્ટીના ક્રેઝી ડાન્સ વિડીયો શેર કર્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે તેમણે આ પાર્ટીમાં કેટલા જલસા કર્યાં છે.

ઈન્સ્ટાગ્રામ (Instagram Video) પર એક વિડીયો શેર કરતાં, જેનીલિયાએ લખ્યું, ""Gutarrr-goooing on Saturday Night with my besties.” કાંચીએ વિડીયો પર કમેન્ટ કરી, "Oh my god !!! I cannot believe we did this.("માની શકતી નથી કે અમે આ કર્યું.") વિડીયોમાં દેખાય છે કે અભિનેતાઓ 'ચઢ ગયા ઉપર રે' જૂનું ગીત રમુજી અંદાજમાં ગાઈ રહ્યા છે.
View this post on Instagram


A post shared by Genelia Deshmukh (@geneliad)


રિતેશ દેશમુખે એક વિડીયો શેર કર્યો હતો જેમાં રીતેશના મિત્રોની ઘણી કોમેન્ટો મળી હતી. જ્યારે કરિશ્મા તન્નાએ કોમેન્ટ કરી, "ક્યુટીઝ," સાનિયા મિર્ઝાએ લખ્યું, "શું તમે લોકો ઠીક છો ને ?"

અન્ય એક મજેદાર વીડિયોમાં, રિતેશ અને અન્ય લોકો મરાઠી મુવી સૈરાટના ગીત 'ઝિંગાટ' પર નાચતા જોવા મળે છે. વિડીઓના એન્ડમાં જેનિલિયા આશિષ પર પડે છે અને બધા દૂર થાય છે ને વિડિઓ પૂરો થાય છે. તેમની પહેલી ફિલ્મ 'તુઝે મેરી કસમ'ના સેટ પર મળેલા રિતેશ અને જેનીલિયાએ 3 ફેબ્રુઆરી, 2012 ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓને પહેલો પુત્રનો જન્મ 2014 માં થયો તેનું નામ રિયાન અને બીજા પુત્રનો જન્મ 2016 માં થયો જેનું નામ રાહ્યલ છે. ફિલ્મી પડદે રિતેશ છેલ્લે બાગી-3 માં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો. તે પછી અક્ષય કુમારની બચ્ચન પાંડેમાં જોવા મળશે.
Published by: Jay Mishra
First published: February 3, 2021, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading