સુશાંતસિંહ રાજપૂતના સંબંધી સહિત બે લોકો પર ફાયરીંગ, હાલત નાજૂક

News18 Gujarati
Updated: January 30, 2021, 6:18 PM IST
સુશાંતસિંહ રાજપૂતના સંબંધી સહિત બે લોકો પર ફાયરીંગ, હાલત નાજૂક
સુશાંત સિંહ (ફાઈલ ફોટો)

રાજ કુમાર સિંહ અને તેમના સાથી હસન અલી ઘાયલ થયા હતા. રાજકુમાર સિંહના સહાયક હસન અલીની હાલત ગંભીર છે.

  • Share this:
સરહસા : આ સમયે મોટો સમાચાર બિહારના સહર્ષ (Saharsa News) જિલ્લાથી સામે આવ્યા છે, જ્યાં ગુનેગારોએ ફરી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. ગુનેગારોએ બોલિવૂડના દિવંગત ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Actor Sushant Singh Rajput) ના મામાનો છોકરા ભાઈ અને યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ અને તેના સહયોગીને ગોળી મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી છે. ફાયરિંગની આ ઘટનામાં સહયોગી અલી હસનની હાલત નાજુક છે.

ઉલ્લેખનીય છે કે, યામાહા શો રૂમના માલિક રાજકુમાર સિંહનો સહરસા, સુપૌલ અને મધેપુરા એમ ત્રણ જિલ્લામાં યામાહા મોટરસાયકલનો શો રૂમ છે. આ દરમિયાન મધેપુરા જતા સમયે શનિવારે ગોળી વાગી હતી, જેમાં શો રૂમના માલિક રાજ કુમાર સિંહ અને તેમના સાથી હસન અલી ઘાયલ થયા હતા.રાજકુમાર સિંહના સહાયક હસન અલીની હાલત ગંભીર છે. રાજકુમાર સિંહના ભાઈના જણાવ્યા મુજબ તે દરરોજની જેમ મધેપુરા શો રૂમમાં જતા હતા અને આજે ત્યાં જતા હતા ત્યારે બૈજનાથપુર ચોક પાસેથી મોટરસાયકલ પર સવાર ત્રણ ગુનેગારોએ કાર ઉપર ફાયરિંગ કર્યું હતુ અને બંનેને ઈજા પહોંચાડી હતી.

આ પણ વાંચોસુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

બંનેને સારવાર માટે ખાનગી નર્સિંગ હોમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા ડોકટરોએ એકની હાલત ગંભીર જણાવી છે. ગુનેગારોએ કયા કારણોસર આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે, તે હજી જાણી શકાયું નથી.આ પણ વાંચો - ત્રાહિમામ વહુ! સાસુની હત્યા કરી આંખો કાઢી લીધી, આંગળીઓ કાપી બાદમાં ખુદને આગ લગાવી દીધી

આ કેસની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાં ગુનાહિત બનાવો (Crime in Bihar)માં ઝડપથી વધારો થયો છે. વિરોધી પક્ષો આ માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. વિરોધી પક્ષોનો આક્ષેપ છે કે, નીતિશ કુમારના શાસન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે-દિવસે બગડતી જાય છે.
Published by: kiran mehta
First published: January 30, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading