સલમાને આપ્યા કેટરિનાની બહેનને આશિર્વાદ, ઇસાબેલની ફિલ્મનું પહેલું પોસ્ટર કર્યુ શેર

News18 Gujarati
Updated: January 22, 2021, 10:59 AM IST
સલમાને આપ્યા કેટરિનાની બહેનને આશિર્વાદ, ઇસાબેલની ફિલ્મનું પહેલું પોસ્ટર કર્યુ શેર
સલમાન ખાને શેર કર્યું ઇશાબેલ અને પુલકીતની ફિલ્મનું પોસ્ટર

કેટરીના કૈફને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવવામાં મદદ કરનારા સલમાન ખાને તેની બહેન ઈસાબેલની આગામી ફિલ્મનું સોશ્યલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેણે ઈસાબેલ અને પુલકિત સમ્રાટને તેમની આગામી ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદનો ફર્સ્ટ લુક હાલમાં જ રિલિઝ કરવામાં આવ્યો છે, જેમાં એક્ટ્રેસ સાથે પુલકિત સમ્રાટ દેખાય છે. કેટરિના કૈફને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવવા માટે મદદ કરનારા સલમાન ખાને તેની બહેન ઈસાબેલની અપકમિંગ ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ઈસાબેલ અને પુલકિત સમ્રાટને તેમની અપકમિંગ ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે.

સલમાન ખાને 'સુસ્વાગતમ ખુશામદીદ'નું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, 'અરે વાહ પુલકુ અને ઈસા.. તમે બન્ને 'સુસ્વાગતમ ખુશામદીદ'માં એક સાથે ઘણાં પ્યારા લાગી રહ્યા છો. બન્નેને ખુબ ખુબ શુભકામનાઓ. ગોડ બ્લેસ યુ'. આ ફોટોમાં ઈસાબેલ અને પુલકિત બન્ને બ્લેક આઉટફિટમાં દેખાય છે. તો સલમાન ખાનની પોસ્ટ પર ઈસાબેલે પણ પ્રતિક્રિયા આપી છે. સલમાન ખાન તરફથી મળેલી શુભકામનાઓ પર પ્રતિક્રિયા આપતા ઈસાબેલે તેને ધન્યવાદ કહ્યું છે.





તમને જણાવી દઈએ કે હાલમાં જ પુલકિત સમ્રાટ અને ઈસાબેલ સ્ટારર 'સુસ્વાગતમ ખુશામદીદ'નું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. ઈસાબેલે પોતાની પહેલી ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, 'નમસ્તે આદાબ. હવે જલ્દી જ આપની સાથે મુલાકાત થશે. હું તમારી સાથે પહેલું પોસ્ટર શેર કરતા ઘણી ખુશી અનુભવુ છું'. ફિલ્મમાં ઈસાબેલ આગારાની રહેવાસી નૂરની ભૂમિકા નિભાવી રહી છે તો પુલકિત દિલ્હીના યુવાન અમનની ભૂમિકામાં જોવા મળશે.
Published by: Margi Pandya
First published: January 22, 2021, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading