લગ્નનાં બે મહિનામાં જ સનાએ કરી પોસ્ટ, 'મારુ દિલ તુટી ગયુ છે'

News18 Gujarati
Updated: January 29, 2021, 6:04 PM IST
લગ્નનાં બે મહિનામાં જ સનાએ કરી પોસ્ટ, 'મારુ દિલ તુટી ગયુ છે'
સના ખાન

જે અંગે સનાએ એક પોસ્ટ શેર કરી હતી અને સૌને આડે હાથે લીધા હતાં. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને તેમને ફટકાર લગાવી છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી રિયાલિટી શો બિગ બોસ 6 ની રનરઅપ એક્ટ્રેસ સના ખાન ભલે હવે ફિલ્મો અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ છે પરંતુ તેની ચર્ચાઓ હજુ પણ થાય છે. ફિલ્મોથી દૂર થવા છતાં સના કોઇને કોઇ કારણે ન્યૂઝમાં રહે છે. સનાએ સુરતનાં મોલવી મુફ્તી અનસ સઇદ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. જો કે હવે તે તેના લગ્ન જીવનમાં ખુબ ખુશ છે. પરંતુ હેટર્સ તેમની ખુશી જોઇ શકતા નથી. અને તેઓ તેમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જે અંગે સનાએ એક પોસ્ટ શેર કરી હતી અને સૌને આડે હાથે લીધા હતાં. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને તેમને ફટકાર લગાવી છે.

સના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે – 'કેટલાક લોકો ઘણા સમયથી મારા વિશે નકારાત્મક વિડિયો બનાવે છે, અને આ વસ્તુઓ જોઈને મેં ખૂબ જ ધૈર્યથી કામ લીધુ. પરંતુ તાજેતરમાં કોઈએ મારા ભૂતકાળ અને તેમાંની ઘણી વાહિયાત વસ્તુઓથી સંબંધિત વિડિયો બનાવ્યો છે. શું તમે નથી જાણતા કે કોઈ વ્યક્તિએ અગાઉ જે કર્યુ છે તે વિશે તેને વારંવાર યાદ અપાવવું પાપ છે. મારું દિલ અત્યારે ખૂબ તૂટી ગયું છે.'આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'હું તે વ્યક્તિનું નામ લેવા માંગતી નથી, કારણ કે તેણે મારી સાથે જે કર્યું તે હું તેની સાથે કરવા માંગતી નથી, પરંતુ તે ખૂબ ખરાબ છે. જો તમે કોઈને ટેકો ન આપી શકો તો શાંત રહેવું. આવી કઠોર કોમેન્ટ કરીને કોઈને પણ ડિપ્રેશનમાં ન મોકલો. જેથી વ્યક્તિ ફરી તેના ભૂતકાળ અંગે દોષી અનુભવ કરે કેટલાક લોકો જીવનમાં આગળ વધે છે, પરંતુ મારા જેવા કેટલાક જે માને છે કે હું ઇચ્છું છું કે હું તે સમયમાં પાછી ફરી શકું અને વસ્તુઓ બદલી શકું. કૃપા કરીને એક સારા વ્યક્તિ બનો અને લોકોને મારી સાથે બદલાવા દો.
Published by: Margi Pandya
First published: January 29, 2021, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading