Valentine's Day પર સારા અલી ખાને શેર કર્યો વિજય દેવરકોંડા સાથે ફોટો, ફેન્સે પુછ્યું, શું વાત છે?

News18 Gujarati
Updated: February 15, 2021, 9:40 AM IST
Valentine's Day પર સારા અલી ખાને શેર કર્યો વિજય દેવરકોંડા સાથે ફોટો, ફેન્સે પુછ્યું, શું વાત છે?
(photo credit: instagram/@saraalikhan95)

સારા અલી ખાન (Sara Ali Khan)એ વેલેન્ટાઇન ડે (Valentine's Day 2021)નાં સમયે તેની એક સેલ્ફી શેર કરી હતી જેમાં તે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay devarkonda)ની સાથે નજર આવી રહી છે. જે બાદ ફેન્સ સવાલ કરી રહ્યાં છે આખરે વાત શું છે.. આ ફોટો શેર કરતાં સાારએ કેપ્શનમાં લખ્યું છે, 'ફેન મૂમેન્ટ'

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે તે તેની દરેક નાની મોટી વાતની માહિતી તેનાં ફેન્સને આપતી રહે છે. સારાએ હાલમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કરી હતી આ ફોટોમાં તે સાઉથનાં સુપર સ્ટાર વિજય દેવરકોંડા (Vijay devarkonda)ની સાથે નજર આવે છે.

ફોટો જોયા બાદ હવે વિજય દેવરકોંડા અને સારા અલી ખાનનાં ફેન્સ સવાલ કરી રહ્યાં છે. આખરે વાત શું છે.. તમે બંને કેમ સાથે છો.. વેલેન્ટાઇન્સ ડેનાં દિવસે સાથે તસવીર આવવાથી ફેન્સ કન્ફ્‌યૂઝ છે કે તેમનાં વચ્ચે કોઇ રિલેશન છે કે પછી આ કોઇ આવનારી ફિલ્મનું સિગ્નલ છે.

(photo credit: instagram/@saraalikhan95)


આપને જણાવી દઇએ કે, સારા અલી ખાને આ તસવીર શેર કરતાં લખ્યું છે, 'ફેન મૂમેન્ટ' . સારા અને વિજયની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઇ ગઇ છે. કમેન્ટ્સ બોક્સમાં લોકો તેમનાં અફેરથી માંડી આવનારી ફિલ્મ સુધી ઘણાં કયાસ લગાવી ચુક્યા છે.

આપને જણાવી દઇએ કે, સારા અને વિજય બંને જ કરન જોહરની વેલેન્ટાઇન્સ ડે પાર્ટીમાં ગયા હતાં. જ્યાં સારાએ વિજય દેવરકોંડા સાથે આ તસવીર ક્લિક કરાવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય હાલમાં 'લાઇગર' ફિલ્મ માટે ચર્ચામાં ચે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે સાથે નજર આવશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી સહિત કૂલ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
Published by: Margi Pandya
First published: February 15, 2021, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading