42 વર્ષની થઈ 'મોહબ્બતે'ની ગ્લેમરસ એક્ટ્રેસ શમિતા શેટ્ટી, વેબ સીરીઝથી એક્ટિંગમાં કર્યું કમબેક

News18 Gujarati
Updated: February 2, 2021, 12:21 PM IST
42 વર્ષની થઈ 'મોહબ્બતે'ની ગ્લેમરસ એક્ટ્રેસ શમિતા શેટ્ટી, વેબ સીરીઝથી એક્ટિંગમાં કર્યું કમબેક
સમિતા શેટ્ટીનો આજે 42મો જન્મ દિવસ

બોલિવુડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી (Shamita Shetty)નો જન્મ 2 ફેબ્રુઆરી, 1979ના દિવસે મેંગલોરમાં થયો હતો. તે જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની નાની બહેન છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  મોહબ્બતેંથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ શમિતા શેટ્ટી (Shamita Shetty) આજે તેનો 42મોં જન્મદિવસ ઉજવી રહી છે. ઘણી હીટ ફિલ્મોમાં અભિનય કરનાર શમિતાનું ફિલ્મી કરિયર વધારે ચાલી શક્યું નહોતું. પોતાના ફ્લોપ બોલિવુડ કરિયર વિશે શમિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતાના ડેબ્યુ બાદ તેણે ખોટી ફિલ્મો સાઈન કરી હતી અને તેના માટે તેને પસ્તાવો છે. બોલિવુડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી(Shamita Shetty)નો જન્મ 2જી ફેબ્રુઆરી,1979માં મેંગલોરમાં થયો હતો. તે ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ની નાની બહેન છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

શમિતાને નાનપણથી જ ફેશન અને સ્ટાઈલનો શોખ હતો અને પોતાના આ શોખને જ પૂરો કરવા તેણે ગ્રેજ્યુએશન બાદ ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે કામ પણ કર્યુ હતું. ફેશન ડિઝાઈનિંગ બાદ શમિતાએ ઈન્ટીરીયર ડિઝાઈનિંગમાં પ્રવેશ કર્યો. આ ફિલ્ડને સારી રીતે સમજવા માટે તે લંડનના સેન્ટ્રલ માર્ટિન્સ એન્ડ ઈંચબાલ્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનમાં ગઈ. તેણે મુંબઈના ક્લબ ‘રોયલ્ટી’, ચંડીગઢ ‘લોસિસ સ્પા’ને ડિઝાઈન કર્યા. તેને તેના કામ માટે ઘણાં એવોર્ડઝ પણ મળ્યા છે.

મળ્યો હતો IIFA એવોર્ડ

શમિતાએ વર્ષ 2000માં આદિત્ય ચોપરાની ફિલ્મ ‘મોહબ્બતે’થી બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, ઉદય ચોપરા, જિમી શેરગિલ, જુગલ હંસરાજ, કિમ શર્મા, પ્રીતિ ઝિંગિયાની જેવા કલાકાર પણ હતા. આ ફિલ્મ માટે શમિતાને સ્ટાર ડેબ્યૂ ઓફ ધ ઈયરનો IIFA એવોર્ડ પણ મળ્યો હતો, ત્યારબાદ ફિલ્મ ‘ઝહ’ર અને ‘બેવફા’માં પણ તેના અભિનયના વખાણ થયા હતા. શમિતા એક સારી ડાન્સર પણ છે. ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’માં તેનો ડાન્સ નંબર ‘શરારા શરારા’ ઘણું હીટ થયો હતો. શમિતા હિંદી ઉપરાંત તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

વેબ સિરિઝમાં કર્યું ડેબ્યુ
ફિલ્મો ઉપરાંત શમિતાએ ઘણાં રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. તે ‘બિગ બોસ’ અને ‘ઝલક દિખલા જા સિઝન 8’માં પણ દેખાઈ ચુકી છે. તે ‘ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી સિઝન 9’માં ફાઈનલ સુધી પહોંચી હતી. હાલમાં જ તે ZEE5ની વેબ સીરીઝ ‘Black Windows’માં દેખાઈ હતી. શમિતાએ અનેક બ્રાન્ડ્ઝ પણ એન્ડોર્સ કરી છે અને હાલ તે પોતાના ઈન્ટિરીયર ડિઝાઈનરના કરિયર પર ફોકસ કરી રહી છે.
Published by: Margi Pandya
First published: February 2, 2021, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading