તાંડવ વિવાદથી શર્મિલા ટાગોર છે ખુબજ પરેશાન, દીકરા સૈફ અલી ખાનને આપી ખાસ સલાહ
News18 Gujarati Updated: January 29, 2021, 11:12 AM IST
સૈફ અલી ખાન અને તેની માતા શર્મિલા ટાગોર
સુપ્રીમ કોર્ટ તરફથી 'તાંડવ' (Tandav)થી જોડાયેલાં લોકોને અગ્રિમ જામીન આપવાથી ઇનકાર કર્યા બાદ શર્મિલા ટાગોર (Sharmila Tagore) પરેસાન છે. આ વિવાદ બાદ તેનાં સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી છે.
મુંબઇ: સૈફ અલી ખાન (Saif Ali Khan)ની હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરીઝ 'તાંડવ' (Tandav) ઘણી વિવાદમાં છે. સીરીઝ કાયદાકીય વિવાદમાં ફસાઇ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. જે બાદ સૈફ અલી ખાનની માતા અને એક્ટ્રેસ શર્મિલા ટાગોર (Sharmila Tagore) ઘણી ચિંતામાં છે. સુપ્રીમ કોર્ટ તરફથી તાંડવ સાથે જોડાયેલાં લોકોને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યા બાદ શર્મિલા ટાગોર પરેશાન છે. આ વિવાદ બાદ તેમણે સૈફને ઘણો સમજાવ્યો અને એક ખાસ સલાહ પણ આપી છે.
વેબ સીરીઝ તાંડવ (Tandav) અંગે થતા વિવાદ બાદ શર્મિલા ટાગોર (Sharmila Tagore)નાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહ્યો છે. સ્પોટ બોયની એક ખબર મુજબ, સર્મિલાએ તેનાં દીકરા સૈફ અલી ખાન (Saif Ali Khan) આ વિવાદ બાદ સલાહ આપી છે કે, તે આગળથી કોઇપણ પ્રોજેક્ટ પહેલાં સાઇન કરતાં પહેલાં સ્ક્રિપ્ટ સારી રીતે વાંચી લે. તેમની આ ચિંતા કરિના માટે છે. કરીના જલદી જ બીજા બાળકને જન્મ આપપવાની છે. એવામાં તે નથી ઇચ્છતી કે પરિવારનાં કોઇપણ સભ્ય આ દરમિયાન પરેશાન થાય.
શર્મિલા ટાગોરે સૈફ અલી ખાનને સલાહ આપી છે કે, કોઇપણ પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલાં સ્ક્રિપ્ટ સારી રીતે વાંચી લેવી. આ ઉપરાંત સૈફ અલી ખાનને સલાહ આપી છે કે, તે કોઇપમ નિવેદન આપતા પહેલાં સાવધાની વરતે. ગત દિવસોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન અંગે કહ્યું હતુંકે, તે કોઇપણ પ્રોજેક્ટ અંગે આગળ વધતા ડરતો નતી.
આપને જણાવી દઇએ કે, તાંડવ વેબ સીરીઝનાં પહેલાં એપિસોડમાં ભગવાન શિવ અને રામ પર ટિપ્પણીઓ અંગે દર્શકોમાં રોષ છે. તાંડવ વેબ સીરીઝનાં મેકર્સ અને સ્ટાર કાસ્ટ વિરુદ્ધ દેશનાં કેટલાંક ભાગમાં કેસ દાખલ થયો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે વેબ સીરીઝ પર લોકોને આપત્તિઓ અંગે એમેઝોન પ્રાઇમ વીડિયો અને તાંડવન મેકર્સને નોટિસ ફટકારી છે. જે બાદ મેકર્સે આપત્તિજનક સીન્સને હટાવવાનો નિર્ણય કર્યો હતો.
Published by:
Margi Pandya
First published:
January 29, 2021, 11:12 AM IST