શ્રેયસ તલપડેને કૉલેજની સેક્રેટરી સાથે થઈ ગયો હતો પ્રેમ, ચાર જ દિવસમાં કર્યું હતું દિપ્તિને પ્રપોઝ

News18 Gujarati
Updated: January 27, 2021, 11:25 AM IST
શ્રેયસ તલપડેને કૉલેજની સેક્રેટરી સાથે થઈ ગયો હતો પ્રેમ, ચાર જ દિવસમાં કર્યું હતું દિપ્તિને પ્રપોઝ
શ્રેયસ તલપડે આજે 45 વર્ષનો થયો

વર્ક ફ્રંટની જેમ શ્રેયસ તલપડેની લવ સ્ટોરી પણ ઘણી ફિલ્મી છે. વર્ષ 2000માં શ્રેયસ તલપડેને કોલેજે એક ફેસ્ટમાં બોલાવ્યો હતો. કોલેજમાં એ ફેસ્ટમાં દિપ્તિ સેક્રેટરી હતી. શ્રેયસને દિપ્તિ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. અને ફક્ત ચાર દિવસમાં જ તેણે દિપ્તિને પ્રપોઝ કરી દીધું.

  • Share this:
બોલિવૂડમાં (Bollywood Actor) ઘણાં એક્ટર્સ એવા છે જેમણે પોતાની કોમેડીથી (Comedy) દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તેવામાં એક્ટર શ્રેયસ તલપડેએ (Actor shreyas Talpade) પોતાની કોમિક ટાઈમિંગથી દર્શકો વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવી છે. શ્રેયસ તલપડેએ પણ પોતાની કોમિક ટાઈમિંગથી દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. આજે શ્રેયસ તલપડે પોતાનો 45મોં જન્મદિવસ ઉજવી રહ્યા (Happy Birthday Shreyas Talpade) છે. શ્રેયસ તલપડેની પ્રોફેશનલ લાઈફ જેટલી ધમાકેદાર છે તેનાથી ઘણી વધારે રસપ્રદ તેની લવસ્ટોરી છે. શ્રેયસ તલપડેના બર્થ ડે પર આવો જાણીએ તેમના જીવનના કેટલાંક કિસ્સાઓ.

27 જાન્યુઆરી 1976ના દિવસે શ્રેયસનો જન્મ મુંબઈમાં થયો હતો. મરાઠી ટીવી શોથી શ્રેયસે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. લીડ એક્ટર તરીકે 2005માં આવેલી ફિલ્મ “ઈકબાલ”થી તેણે હિંદી ફિલ્મોમાં એક્ટિંગની શરૂઆત કરી. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખુબ પ્રશંસા થઈ. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ “પેઈંગ ગેસ્ટ” અને “ગોલમાલ 2(Golmal 2)” જેવી ફિલ્મોમાં શ્રેયસ મહિલાની ભૂમિકામાં પણ દેખાયા. શ્રેયસના આ લૂક અને કોમેડીને લોકોએ ઘણો પસંદ કર્યો.

આ પણ વાંચો :  લગ્ન અંગેના સમાચારો પર બોલી શ્રદ્ધા કપૂર, ‘અત્યારે મારી પાસે આ બધા માટે સમય નથી’

શ્રેયસને દિપ્તિ સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો

વર્કફ્રંટની જેમ શ્રેયસ તલપડેની લવસ્ટોરી પણ ઘણી ફિલ્મી છે. વર્ષ 2000માં શ્રેયસને કોલેજની એક ફેસ્ટમાં બોલાવવામાં આવ્યો હતો. કોલેજના એ ફેસ્ટિવલમાં દિપ્તિ સેક્રેટરી હતી. શ્રેયસને દિપ્તિ સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો અને ફક્ત 4 દિવસમાં તેણે દિપ્તિને પ્રપોઝ કરી દીધું. બન્નેએ ઘણાં વખત સુધી એક બીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 2004માં બન્નેએ લગ્ન કરી લીધા. 14 વર્ષ પછી 4 મે 2018માં શ્રેયસ અને દિપ્તિ સરોગસીની મદદથી આદ્યાના પેરેન્ટ્સ બન્યા.

આ પણ વાંચો : વરૂણ ધવનની શર્ટલેસ ‘હલ્દી સેરેમની’, હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે PHOTOતમને જણાવી દઈએ કે શ્રેયસ હિન્દી સિનેમાની કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મો કરી ચુક્યા છે. તેઓ રોહિત શેટ્ટીની “ગોલમાલ” સિરિઝ ઉપરાંત સાજિદની સિરિઝ “હાઉસફૂલ”માં પણ જોવા મળ્યા હતાં. એક્ટિંગના શરૂઆતના દિવસોમાં ફિલ્મ ડોરમાં શ્રેયસની ભૂમિકા માટે દર્શકોએ તેને ઘણો બિરદાવ્યો હતો. હાલમાં જ શ્રેયસે પોતાનું નવું OTT વેન્ચર “નાઈન રસા” લોન્ચ કર્યું છે.
Published by: Jay Mishra
First published: January 27, 2021, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading