કન્નડ ફિલ્મનાં જાણીતા એક્ટર સુરેન્દ્ર બંતવાલનો ઘરમાંથી મળ્યો મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ પહોંચી

News18 Gujarati
Updated: October 22, 2020, 10:34 AM IST
કન્નડ ફિલ્મનાં જાણીતા એક્ટર સુરેન્દ્ર બંતવાલનો ઘરમાંથી મળ્યો મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ પહોંચી
સુરેન્દ્ર બંતવાલ

રાઉડી શઈટર સુરેન્દ્ર બંતવાલ (Actor Surendra Bantwal) અંગે ચોકાવનારા સમાચાર સામે આવ્યાં છે. સુરેન્દ્ર બંતવાલનું શવ તેમનાં જ ઘરમાંથી મળી આવ્યું છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કર્ણાટકનાં ચોકાવનારા સમાચાર આવી રહ્યાં છે. જાણીતા કન્નડ એક્ટર (Kannada Actor) સુરેન્દ્ર બંતવાલ (Actor Surendra Bantwal) તેનાં ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં છે. 'ટુલ્લૂ' એક્ટરનું નિધન તેમનાં બંતવાલ સ્થિત ઘરમાં થઇ છે. સુરેન્દ્ર બંતવાલનાં સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હજુ આ મામલે કોઇ જ માહિતી સામે આવી નથી. હજુ આ મામલે કોઇ માહિતી સામે આવી નથી. તો મીડિયા રિપોર્ટ્સમાં એક્ટરની હત્યાની આશંકા જતાવવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરેન્દ્ર બંતવાલનાં પરિવાર માંથઈ આ મામલે કોઇ જ અધિકૃત સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી. સુરેન્દ્ર બંતવાલે તેનાં ફિલ્મી કરિયર બાદ રાજનીતિમાં કદમ મુકવાનો નિર્ણય કર્યો હતો.

સુરેન્દ્ર બંતવાલનું નિધન અંગે ANI દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, રાઉડી-શીટર સુરેન્દ્ર બંતવાલ તેમનાં ઘરમાં જ મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. જે બંતવાલમાં સ્થિત છે. જે બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે.

સુરેન્દ્રનાં નિધનની ખબર મળતા જ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એક્ટર્સને ઘણો જ ઝાટકો લાગ્યો છે. તો તેમનાં ફેન્સ પણ આ સમાચાર જાણીને દુખી છે.

મીડિયા રિપોર્ટ્સની માનીયે તો આ કેસમાં પૈસાની લેતી દેતી થઇ શકે છે. આ અંગે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુરેન્દ્ર બંતવાલ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહ છે અને રાજકારણ પર તેમનું બિન્દાસ નિવેદન મુકતા હતાં. સુરેન્દ્ર 'ટુલ્લૂ ફિલ્મ ચલી પોલિલુ' અને 'સવર્ણ દીર્ધા સંધી' જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
Published by: Margi Pandya
First published: October 22, 2020, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading