રાખી સાવંતની માતાનાં ઇલાજ માટે મદદે આવ્યો સોહેલ ખાન, બોલ્યો-'જરૂર હોય તો ગમે ત્યારે ફોન કરજો'

News18 Gujarati
Updated: February 27, 2021, 11:51 AM IST
રાખી સાવંતની માતાનાં ઇલાજ માટે મદદે આવ્યો સોહેલ ખાન, બોલ્યો-'જરૂર હોય તો ગમે ત્યારે ફોન કરજો'
રાખી સાવંતે શેર કર્યો સોહેલ ખાનનો વીડિયો

સોહેલ ખાન (Sohail Khan)એ વીડિયોમાં રાખી સાવંત (Rakhi Sawant)ની માતાની જલ્દી સાજા થવાની દુઆ કરતાં તેને સંપૂર્ણ સપોર્ટ આપવાનો વાયદો કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની આઇટમ ગર્લ રાખી સાવંત (Rakhi Sawant)ની માતા જયા સાવંત (Jaya Sawant) હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. અને કેન્સર (Cancer) સામે જંગ લડી રહી છે. બોલિવૂડ અને ટેલીવિઝન હસ્તીઓ રાખી સાવંતનાં સમર્થનમાં આગળ આવી છે. સલમાન ખાન (Salman Khan) અને સોહેલ ખાન (Sohail Khan)નો હાલમાં ધન્યવાદ કરતા હતાં., હવે સોહેલ અને રાખીની મદદ માટે એક વીડિયો શેર કર્યો છે. જેને રાખી સાવંત સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો છે.

સોહેલ ખાન (Sohail Khan)એ વીડિયોમાં રાખી સાવંત (Rakhi Sawant)ની માતા જયા સાવંત (Jaya Sawant) હાલનાં દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. અને કેન્સર (Cancer)ની જંગ લડી રહી છે. બોલિવૂડ અને ટેલીવિઝન હસ્તીઓ રાખી સાવંતનાં સમર્થનમાં આગળ આવી છે. સલમાન ખાન (Salman Khan) અને સોહેલ ખાન (Sohail Khan)નો આભાર માન્યો છે. હવે સોહેલે રાકીની મદદ માટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાખી સાવંતે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી છે.

સોહેલ ખાન (Sohil Khan)એ વીડિયોમાં રાખી સાવંત (Rakhi Sawant)ની માતાનો જલ્દી ઠીક આવવાની દુઆ કરતાં તેનો સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે. રાખીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં કેપ્શન લખી છે. 'વર્લ્ડ કે મેરે બેસ્ટ ભાઇ, સોહેલ ભાઇ, સલમાન ભાઇ.'

આ વીડિયોમાં સોહેલે કહ્યું કે, 'રાખી, માય ડિયર, આપને કે આપની માતાને કોઇપણ પ્રકારની જરૂર હોય આપ મને સીધો કોલ કરજો. હું આપની માતાને ક્યારેય મળ્યો નથી. પણ હું આપને જણાવવાં ઇચ્છુ છુ કે, આપ ખુબજ સ્ટ્રોંગ છો અને આપ તેમની દીકરી છો એટલે આપની માતા કેટલી સ્ટ્રોંગ હશે. હું તેમનાં જલ્દી સાજા થવાની કામના કરું છું. આપ કેવલ તેમની સાથે રહો. બધુ સારુ થઇ જશે. જ્યારે તે ઠીક થશે ત્યારે હું તેમને વાત કરીશ. '

ખરેખરમાં રાખી સાવંતની માતા જયાને પિત્તાશયની થેલીમાં ટ્યૂમર થઇ ગયુ છે. જેને કારણે તેની કીમોથેરપી ચાલી રહી છે. સલમાન અને સોહેલ ઉપરાંત કવિતા કૌશિક, વિંદૂ દારા સિંહ, કશ્મીરા શાહ, સંભાવના સેઠ જેવાં ઘણાં ટીવી સેલિબ્રિટીઝે પણ રાખીને સપોર્ટ કર્યો છે. રાખીને જણાવ્યું છે કે, તેની માતાનાં ઇલાજ કરનારા ડોક્ટર સલમાનનાં ઓળખીતા છે.

આપને જણાવી દઇએ કે, રાખી સાવંત બિગ બોસ 14નાં ટોપ 5 સ્પર્ધક માંથી એક હતી. પણ રાખી 14 લાખ રૂપિયા લઇ ઘરે જઇ રહી હતી. જે બાદ રાખીએ એમ કહ્યું હતું કે, તે પૈસા તે તેની માતાનાં ઇલાજમાં લગાવશે અને તેની માતાનું હોસ્પિટલનું બિલ ચુકવશે.
Published by: Margi Pandya
First published: February 27, 2021, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading