ચમોલી દુર્ઘટના : ચાર દીકરીઓને દત્તક લેશે સોનૂ સૂદ, ઉઠાવશે બધો જ ખર્ચો

News18 Gujarati
Updated: February 20, 2021, 6:37 PM IST
ચમોલી દુર્ઘટના : ચાર દીકરીઓને દત્તક લેશે સોનૂ સૂદ, ઉઠાવશે બધો જ ખર્ચો
સોનૂ સૂદ, એક્ટર

તેમના નિધનથી સમગ્ર પરિવાર નિઃસહાય થઈ ગયો છે. આલમસિંહની ચાર દીકરીઓ પણ છે. જે પિતાના અવસાનથી તુટી ગઈ છે. હવે સોનૂ સૂદ તરફથી આ દીકરીઓને એક નવું ભવિષ્ય આપવાની તૈયારી દર્શાવી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લોકડાઉનમાં સૌનો મસિહા બનીને સામે આવેલો એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) દરેકનાં મન વસી ગયો છે. તે હમેશાં સૌની મદદ માટે તૈયાર રહે છે. . કોરોના કાળ (Corona Epidemic)માં હજારો લોકોની મદદ કરનારા સોનૂ હવે ચમોલી (Chamoli) દૂર્ઘટના પછી પણ એક મોટું કામ કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ એક મોટું પગલું ભરતા ચાર દીકરીઓને દત્તક (Adopt) લેવાનો નિર્ણય કર્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ચમોલી (Chamoli) ઘટનામાં ટિહરી જિલ્લાના આલમસિંહ પુંડીર (Alamsingh Pundir)નું અવસાન થઈ ગયું છે. જે સમયે આ દૂર્ઘટના ઘટી ત્યારે આલમસિંહ એક ટનલમાં કામ કરી રહ્યા હતા. તે એક ઈલેક્ટ્રિશીયન હતા. તેમના નિધનથી સમગ્ર પરિવાર નિઃસહાય થઈ ગયો છે. આલમસિંહની ચાર દીકરીઓ પણ છે. જે પિતાના અવસાનથી તુટી ગઈ છે. હવે સોનૂ સૂદ તરફથી આ દીકરીઓને એક નવું ભવિષ્ય આપવાની તૈયારી દર્શાવી છે. અભિનેતાની ટીમ જણાવ્યું હતું કે, તે તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે.

આમ તો આ પહેલી વખત નથી કે સોનૂ સૂદ તરફથી આટલું મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જ્યારે બિહાર અને આસામમાં પણ પુરનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે સોનુ સૂદ તરફથી ખુબ જ મદદ કરવામાં આવી હતી. કેટલાકને અભ્યાસ માટે પુસ્તકો આપ્યા તો કેટલાક બેઘરને ઘર બનાવી આપ્યા હતા. માત્ર એટલું જ નહીં કેટલાક રાજ્યોમાં બેરોજગારોને નોકરી આપવા માટે પણ આગળ આવ્યો હતો. સોનુ સૂદે અત્યાર સુધીમાં અનેક લોકોની જિંદગી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. દવાખાનાથી લઈને અનેક રીતે સોનૂ સૂદ દિવસ રાત લોકોની મદદ કરી રહ્યો છે. આ અભિનેતાના કામને દરેક લોકોએ બિરદાવવું જોઈએ. આ કામથી પ્રભાવિત થઈને લોકોએ પણ લોકોની મદદ માટે આગળ આવવું જોઈએ અને બનતી તમામ મદદ કરવી જોઈએ.
Published by: Margi Pandya
First published: February 20, 2021, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading