સાઉથનાં ફેમસ કોમેડિયનનો આજે BDAY, 1 હજાર ફિલ્મોમાં કર્યુ છે કામ

News18 Gujarati
Updated: February 1, 2021, 5:04 PM IST
સાઉથનાં ફેમસ કોમેડિયનનો આજે BDAY, 1 હજાર ફિલ્મોમાં કર્યુ છે કામ
બ્રહ્માનંદનો 63મો જન્મ દિવસ

સાઉથની ફિલ્મોના (South Film Industry) કોમેડી કિંગ બ્રહ્મનંદમનો આજે જન્મદિવસ છે. તેમના ફેન્સ તેમને Birthday wish કરવા ટ્વિટર પર #HBDBrahmanandam ટ્રેન્ડ કરી રહ્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ સિનેમાના (South Film Industry) જાણીતા અભિનેતા બ્રહ્મનંદમ (Brahmanandam)આજે પહેલી ફેબ્રુઆરીએ 65 વર્ષના થયા છે. કોમેડી કિંગ ગણાતા ટોલિવુડના આ એક્ટરને દર્શકો સૌથી વધારે ચાહે છે. તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા બ્રહ્મનંદમ આજે પહેલી ફેબ્રુઆરીએ 65 વર્ષના થયા છે. તેઓ પોતાના કોમિક એક્સપ્રેશન માટે જાણીતા છે અને લગભગ ત્રણ દાયકાથી તે ચાહકોના દીલ પર રાજ કરે છે. તેમની ભૂમિકાની પસંદગી અને કોમિક ટાઈમિંગ હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચે છે. તેઓ અત્યારસુધીમાં 1,000 જેટલી ફિલ્મો કરી ચુક્યા છે અને આ માટે તેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (guinness book of World Record) પણ સ્થાન મેળવી ચુક્યા છે. 2009માં તેમને ભારતીય સિનેમામાં તેમના પ્રદાન માટે પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે.બ્રહ્મનંદમના જન્મદિવસે તેમના ચાહકો તેમના પર ખુબજ પ્રેમ અને ટ્વિટર પર સંદેશાઓનો વરસાદ કરી રહ્યા છે. બ્રહ્મનંદમે ટોલિવુડના તમામ જાણીતા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. અને ટ્વિટર પર આ તમામ ફોટોઝ તેમના ચાહકો આજે શેર કરી રહ્યા છે. તેઓ ઈન્ડક્ટ્રીના કોમેડી કિંગ કહેવાય છે, માટે ફિલ્મમાં તેમના ચહેરાના મજાકીયા હાવભાવ સાથેના તેમના ફોટોઝ પણ ચાહકો શેર કરી રહ્યા છે. તેઓ #HBDBrahmanandam ને ટ્રેન્ડ કરી રહ્યા છે. ચાલો જોઈએ તેમના ફેન્સ કેવી પોસ્ટ શેર કરી રહ્યા છે.
બ્રહ્મનંદમે ‘અહા ના પેલાન્તા (Aha Naa-Pellanta)’ ફિલ્મથી અભિનેતા તરીકે શરૂઆત કરી હતી. ત્યારથી જ તેઓ દર્શકોના દીલ જીતી રહ્યા છે. અમે તેલુગુ સિનેમાના આ ઝળહળતા સિતારાને જન્મદિવસ પર ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીએ છીએ.
Published by: Margi Pandya
First published: February 1, 2021, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading