કપિલ શર્માની સાથે દર્શકોને ફરી હસાવશે સુનીલ ગ્રોવર, સલમાનનો પ્રયાસ રંગ લાવ્યો

News18 Gujarati
Updated: February 16, 2021, 5:38 PM IST
કપિલ શર્માની સાથે દર્શકોને ફરી હસાવશે સુનીલ ગ્રોવર, સલમાનનો પ્રયાસ રંગ લાવ્યો
PHOTO:News18

ખબર છે કે, કપિલ શર્મા (Kapil Sharma)નાં શોમાં સુનીલ ગ્રોવર ફરી વાપસી કરશે. આ બધુજ સલમાન ખાન (salman Khan)નાં પ્રયાસથી સંભવ થયુ છે. દર્શકો લાંબા સમયથી સુનીલને શોમાં ફરી જોવાની માંગણી કરતાં હતાં. કપિલ સાથે થયેલી બબાલ બાદ તે શોથી દૂર થઇ ગયો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડીનાં બાદશાહ કપિલ શર્મા (Kapil Sharma) લોકોને હસાંવવાનું ચાલુ જ છે. તે ઘણાં વર્ષોથી તેનાં શો 'ધ કપિલ શર્મા'માં (The Kapil Sharma Show)માં દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો રહે છે. આટલાં વર્ષોથી અમે આ શોનાં ઘણાં રંગ રુપ જોયા છે. પણ કપિલનાં અંદાજ માં કંઇ ફરક આવ્યો નથી. શો ઘણાં વિવાદોમાં પણ રહ્યો છે. જોકે પોતાની કાબિલિયતથી કપિલ આ શોને આગળ વધારતો રહ્યો. જ્યારે કપિલ તેનાં સાથીઓ સાથે મંચ પર આવે છે તો હાસ્યનાં ફુવારા ઉડવા લાગે ચે. કીકૂ શરદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચેટર્જી અને ચંદન આ શોમાં તેને ભરપૂર સાથ આપે છે. પણ એક સ્ટાર છે જેની કમી લાગે છે. તે છે સુનીલ ગ્રોવર..

સૌ કોઇ જાણે છે કે, એક વિવાદ બાદ સુનીલ ગ્રોવરે કપિલનાં શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ઝઘડા બાદ સુનીલે ભલે આ શો છોડી દીધો હોય, પણ લોકો આજે પણ તેને નિભાવેલાં કિરદાર 'ગુત્થી' અને 'ડોક્ટર મશહૂર ગુલાટી'ને ભૂલ્યા નથી. ખરેખર, દર્શકો સુનીલને શોમાં પરત જોવાં ઇચ્છે છે.

શો મેક્સ પણ તેને પરત લાવવાં લાગી ગયા છે. વર્ષો બાદ સુનીલ ફરી કપિલ સાથે લોકોને હસાવતો નજર આવશે. કોઇમોઇ.કોમની ખબર મુજબ, બોલિવૂડ સ્ટાર સલમાન ખાને લાંબા સમયથી સુનીલ અને કપિલ વચ્ચેની બબાલ ઉકેલવાનો પ્રયયાસ કર્યો અને સલમાન સુનીલને ખુબ પસંદ પણ કરે છે. તેમનાં વચ્ચે સારા સંબંધ છે. તેથી શોનાં પ્રોડ્યુસર હોવાને કારણે તે ઇચ્છે છે કે, સુનીલ ફરી શોમાં આવે. મેકર્સ પણ સુનીલને પરત બોલાવવાની મહેનતમાં લાગી ગયા છે. હવે જોવાનું છે કે સુનીલનો શું નિર્ણય રહે છે.

આપને જણાવી દિએ કે, થોડા વર્ષો પહેલાં કપિલ અને સુનીલની ફ્લાઇટમાં લડાઇ થઇ હતી. જે બાદ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. જોકે, કપિલે બાદમાં તેની ઘણી વખત માફી માંગી હતી અને તેને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સુનીલ તેનાંથી નારાજ જ હતો. તે ન માન્યો. જોકે આ ઘટના બાદ ઘણાં એવાં અવસર પણ આવ્યાં કે તેમનાં વચ્ચે મુલાકાત થઇ. અને તેમને એકબીજાને શુભેચ્છા પણ પાઠવી. પણ સાથે કામ નહોતા કરતાં. પણ હવે જે સમાચાર મળ્યા છે તે મુજબ સલમાને બંને વચ્ચે સુલેહ કરાવી દીધી છે અને સુનીલને કપિલનાં શોમાં કામ કરવાં મનાવી પણ લીધો છે.. ત્યારે હવે જોવાનું રહેશે કે કપિલ અને સુનીલની જોડી ફરી એક વખત ઓનસ્ક્રીન જોવા મળશે કે નહીં?
Published by: Margi Pandya
First published: February 16, 2021, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading