SSR Case: સંબંધથી લઇને રૂપિયા સુધી EDએ પુછ્યા 21 પ્રશ્ન, ઘણી વખત ભાવૂક થઇ રિયા

News18 Gujarati
Updated: August 11, 2020, 10:25 AM IST
SSR Case: સંબંધથી લઇને રૂપિયા સુધી EDએ પુછ્યા 21 પ્રશ્ન, ઘણી વખત ભાવૂક થઇ રિયા
ED ઓફિસમાં નિવેદન આપવા જઇ રહેલી રિયા તેનાં ભાઇ શૌવિક સાથે

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ સોમવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની 10 ઓગસ્ટનાં બીજી વખત પૂછપરછ કરી હતી. સૂત્રો મુજબ રિયા અને ઇન્દ્રજીત બંનેની પૂછપરછ દરમિયાન ઘણી વખત તે ભાવૂક થવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

  • Share this:
શંકર આનંદ/ નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) શંકાસ્પદ મોત કેસમાં EDએ બીજી વખત રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) પૂછપરછ કરી છે. આ સમયે તે ઘણી વખત રોવાની અને ખુબજ ભાવૂક થઇને જવાબ આપવાનો પ્રયાસ કરી રહી હતી. પણ ઇડીની ટીમ રીલ લાઇફ નહીં પણ રિયલ લાઇફ વાળા અધિકારીઓ હતાં. તેઓ ખુબજ પ્રોફેશનલ રીતે પૂછપરછ કરી રહ્યાં હતાં. જાણકાર સૂત્રો મુજબ, રિાયની દસ કલાક પૂછપરછ ચાલી હતી. જેમાં રિયા જે પ્રશ્નનો જવાબ નહોતી આપી શકતી તેમાં તે ભાવૂક થવાનો પ્રયાસ કરતી હતી.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) સોમવારે 10 ઓગસ્ટનાં બીજી વખત રિયાને પૂછપરછ માટે બોલાવી હતી. આ સાથે જ રિયાનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને તેની મેનેજર શ્રૃતિ મોદી, ચાર્ટડ એકાઉન્ટન્ટ રિતેશ શાહ અને તેનાં નાના ભાઇ શૌવિક ચક્રવર્તીની મુંબઇ સ્થિત ઇડીનાં ઓફીસમાં પૂછપરછ થઇ હતી. રિયા અને તેનાં ભાઇની આશરે 11 કલાક પૂછપરછ ચાલી હતી. આ પૂછપરછ દરમિયાન EDને ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી છે. જેને આધારે તે વધુ તપાસ અને પૂછપરછ કરી શકે છે ચાલો નજર કરીએ આ સમયમાં રિયાને જે 21 સવાલ પૂછવામા આવ્યા હતાં તે કયા હતાં.રિયાને પૂછવામાં આવેલાં સવાલ

1. આપ કેમ છો? કોઇ મુશ્કેલી તો નથી ને?
રિયાએ આ સવાલનો જવાબ હસીને તેનું માથુ હલાવી નામાં જવાબ આપ્યો હતો.2. આપનાં અને સુશાંતની વચ્ચે કંપની બનાવવા માટે જે સમજૂતિ થઇ હતી શું આપ તે સમજૂતિનાં દસ્તાવેજ લાવ્યાં છો તો કૃપ્યા તે અમને આપી દો?

3. આપ જે પણ પૈસા કમાવો છો કે જે પણ પ્રોપ્રટી/ કંપની આપનાં નામે છે અને આપનાં ભાઇનાં નામથી બનાવી રહ્યાં છો.. તેની જાણકારી આપનાં પિતા કે અન્ય પરિવારનાં સભ્યોને હતી કે નહીં?

4. હરિયાણાનાં ગુડગાંવમાં સ્થિત સુશાંત સિંહ રાજપૂતની કંપની ઇનસેંઇ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અંગે શું સુશાંતે આપને કંઇ જણાવ્યું હતું કે નહીં? શું આપ આ કંપની સાથે જોડાયેલાં સભ્ય સૌરભ મિશ્રા અને વરૂણ માથુરને ઓળખો છો ?

5. એવું તે શું કારણ હતું કે આપ આપનાં મિત્ર સુશાંતને છોડીને 8 જૂનનાં ચાલી ગઇ હતી?

આ પણ વાંચો-VIRAL VIDEO: સુશાંતનાં ઘરે રાખવામાં આવ્યો હતો રુદ્રાભિષેક, પંડિતે કહ્યું પૂજામાં ન હતી રિયા

6. સુશાંતની મોત પહેલાં કે તે બાદમાં શું આપ મુંબઇ પોલીસનાં કર્મચારી કે અધિકારીઓનાં સંપર્કમાં પણ હતી? તે ક્યા અધિકારી હતાં અને સંપર્કમાં રહેવાનું કારણ શું હતું ?

7. સિદ્ધાર્થ પિઠાની સાથે આપનાં કેવાં સંબંધ હતાં ?

8. આપને શું લાગે છે સુશાંતનાં આત્મહત્યાનું કારણ શું હોઇ શકે છે ?

9. સુશાંતનાં પરિજનોનો આરોપ છે તે મુજબ, સુશાંત સાથે જોડાયેલાં મેડિકલ પેપર્સની કોપી સહિત તેનાં ઘરનાં કોમ્પ્યુટર કે હાર્ડ ડ્રાઇવ આપ સાથે લઇને ગઇ હતી કે નહીં?

10. સુશાંતનાં મોતનું કારણ કોણ હોઇ શકે છે? શું તેની મોતથી તેનાં કોઇ માહિતગાર કે પરિજનને ફાયદો થઇ શકે છે ?

11. જ્યારે આપ સુશાંતને છોડીને ગઇ હતી ત્યારે તમે કે સુશાંતે કોઇએ એકબીજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો?

આ પણ વાંચો- દિશા સાલિયાનની નગ્ન બોડી મળવાની વાત થઇ VIRAL, મુંબઇ પોલીસે આપ્યું રિએક્શન

12. આપનાં મુજબ, સુશાંતનુ તેનાં બહેન, બનેવી અને પિતા સાથે કેવો સંબંધ હતો?

13. શું આપ કે આપનાં પરિવારનાં કોઇ સભ્યની વિદેશમાં કોઇ બેંક અકાઉન્ટ કે સંપત્તિ છે ?

14. આપને શું લાગે છે કે, બોલિવૂડનાં કોઇ ફિલ્મ કલાકાર, ડિરેક્ટર કે અન્ય કોઇએ બદલો લેવા જેવી કોઇ વાત હતી... કે સુશાંત સાથે કોઇની દુશ્મની હતી?15. આપ અને આપનાં પરિવારનાં ઘણાં સભ્યો ઘણી વખત તેનાં ઘરે રહેતા હકતાં, તો તે આપ લોકોની મરજી હતી કે પછી સુશાંત જ એવું ઇચ્છતો હતો?

16. સુશાંતનાં બેંક અકાઉન્ટ દ્વારા જે લાખો રૂપિયાની લેણ દેણ આપનાં કે આપનાં ભાઇ માટે થતી હતી તે શું સુશાંતની મરજીથી થતી હતી કે આપ પોતાની મરજીથી કરતાં હતાં ?

17. આપનાં નામથી પૈસાની આપ લે, કંપની ખરીદવી અને તેમાં ભાગીદારી જેવાં મુદ્દા પર આપની પરવાનગી હોતી હતી કે સુશાંત આ પોતાની મરજીથી કરતો હતો ?

18. આપનાં ચાર્ટડ એકાઉન્ટન્ટ શું આપની સલાહ લીધા બાદ જ કોઇ નાણાકીય લેણ દેણ કે રોકાણનો નિર્ણય લેતો હતો કે તેને આપની મૌન સ્વીકૃતિ હોય છે?

19. સુશાંતનાં ઘરેથી નીકળતા આપ આપની સાથે શું શું સામાન લઇને ગયા હતાં ?

20. સુશાંતનાં ઘર પરિવાર અને તેની કંપની અને મેનેજર સાથે કેવાં સંબંધો હતાં તમારા ?

આ પણ વાંચો- મિહિકાનો થયો રાણા દગ્ગૂબાતી, જુઓ તેમનાં લગ્નનાં શાનદાર PHOTOS

21. આપનાં મુજબ એવું કેમ લાગી રહ્યું છે કે, કોઇ આફને આ કેસમાં ફસાવવાં ઇચ્છે છે? તેનું કોઇ કારણ?

ED દ્વારા રિયા ચક્રવર્તીને બીજા દિવસે આ પ્રકારનાં સવાલ પુછવામાં આવ્યા હતાં, ED હજુ પણ રિયા તેનાં ભાઇ શૌવિક, ચાર્ટડ એકાઉન્ટન્ટનાં જવાબથી ખુશ અને સહમત નથી. તેથી જલદી જ તેને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે.
Published by: Margi Pandya
First published: August 11, 2020, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading