SSR CASE: રિયાએ કહ્યું કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો તેનાં સામે મને કોઇ વાંધો નથી

News18 Gujarati
Updated: August 10, 2020, 6:26 PM IST
SSR CASE: રિયાએ કહ્યું કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો તેનાં સામે મને કોઇ વાંધો નથી
EDએ રિયાનાં ભાઇ શૌવિક ચક્રવર્તીની શનિવારે 18 કલાક પૂછપરછ કરી હતી. આજે ફરી એક વખત તેનાં ભાઇ અને પિતાની પૂછપરછ થવાની છે.

EDએ રિયાનાં ભાઇ શૌવિક ચક્રવર્તીની શનિવારે 18 કલાક પૂછપરછ કરી હતી. આજે ફરી એક વખત તેનાં ભાઇ અને પિતાની પૂછપરછ થવાની છે.

  • Share this:
એન્ટરટેનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં (Sushant Singh Rajput Case) રિયા ચક્રવર્તીને ED દ્વારા બીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ પહેલાં રિયાની શુક્રવારનાં રોજ 9 કલાક પૂછપરછ થઇ હતી. આપને જણાવી દઇએ કે, રિયાનાં પરિવાર પર EDએ ગાળીયો કસ્યો છે. EDએ રિયાનાં ભાઇ શૌવિકની શનિવારે 18 કાલક પુછપરછ કરી હતી. આજે ફી એખ વકત તેનાં ભાઇ અને પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

-રિયાએ સુપ્રીમ કોર્ટનાં CBIને કેસ ટ્રાન્સફર કરવાનાં નિર્ણયને આવકાર્યો છે. તેણે કહ્યું કે, મને કોઇ જ વાંધો નથી કે સુપ્રીમ કોર્ટે સુશાંતનો કેસ CBIમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી આપી છે.

-સુશાંત સિંહ રાજપૂત કેસમાં સિદ્ધાર્થ પિઠાની EDની મુંબઇ ઓફિસ પહોંચી ગયો છે. સિદ્ધાર્થની પૂછપરછ માટે EDએ સમન્સ બજાવ્યું હતું. અને હાલમાં તે EDની ઓફિસમાં પોતાનું નિવેદન આપવાં પહોંચી ગયા છે.



-રિયાની આવક અંગે સવાલ થઇ શકે છે. તેમાં પણ ઘણું અંતર જોવા મળઅયું છે. રિયાની વાર્ષિક આવક વર્ષ 2017-18માં 18,75,100 હતી. વર્ષ 2018-19માં તેની વાર્ષિક કમાણી 18,33,270 રૂપિયા હતી. રિયાની વર્ષ 2017-18માં અન્ય સોર્સથી થનારી આવક 1,27,625 હતી. જે વર્ષ 2018-19માં વધીને 2,38,334 થઇ જાય છે.



વધુ એક અહમ વાત ITRમાં જોવા મળી છે તે છે કે, તેની ફિક્સ એસેટ્સ વર્ષ 2017-18માં 96,281 હતી જે વર્ષ 2918-19માં વધીને 9,05,597 થઇ ગી છે. આ એક મોટો તફાવત છે.


શું હોઇ શકે છે સવાલ
સૂત્રો મુજબ ED સુશાંત તરફથી રિયાને મળેલાં ગિફ્ટ અંગે પૂછપરછ કરી શકે છે. સાથે જ એવાં કેટલાંક સવાલ પૂછી શકે છે કે, સુશાંતને આપે જે ગિફ્ટ્સ આપી છે તે ક્યાં છે. તે કઇ હતી.. કેટલી ગિફ્ટ્સ આપી છે. શું આપે સુશાંતને કોઇ ગિફ્ટ આપી છે.. તે ક્યાં છે.. તે શું હતી..? તેનાં પૈસા કેવી રીતે તમારી પાસે આવતા આવતા હતાં..?

આ પણ વાંચો-SSR Case: સુશાંત-રિયા વચ્ચે પરિવાર અંગે થયો હતો ઝઘડો, મુંબઇ પોલીસે SCમાં મોકલ્યો રિપોર્ટ

દસ્તાવેજ સાથે EDની ઓફિસ પહોંચી રિયા
EDની ટીમ આજે રિયા ચક્રવર્તીને ઘણાં બેંક અકાઉન્ટ, કંપનીઓ અને અન્ય પ્રોપર્ટી સાથે જોડાયેલાં દસ્તાવેજ સાથે બોલાવવામાં આવી છે. જેમાં તેનાં તમામ ઓળખ પત્ર જેવા કે આધાર કાર્ડ, પેન કાર્ડ, DIN નંબર અને કંપની સંબંધિત દસ્તાવેજ જેમ કે એગ્રીમેન્ટ પેપર અને અન્ય તમામ પેપર્સ ITR સંબંધીત કાગળ લઇને બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો- VIDEO: રિયાએ જે બહેન સાથે સંબંધ ખરાબ અંગે વાત કરી, તે 'સોનૂ દી' હતી સુશાંતની સૌથી નિકટ

એક સાથે થશે પૂછપરછ
સૂત્રો મુજબ આજે ED રિયા અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી અને તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીને એક સાથે પૂછપરછ કરી શકે છે. EDએ સુશાંતની ચાર કંપનીઓની ઝિણવટ પૂર્વક તપાસ કરી છે. જેમાં રિયા, શૌવિક અને તેનાં પિતા પણ ડિરેક્ટર છે. સુશાંતની બે કંપનીઓનું પેન્ટન્ટ કરાવવામાં આવી છે. તો બે કંપનીઓની માલિકીની હક માત્ર રિયા અને શૌવિક પાસે છે. સુશાંત પાસે પાવર ઓફ અટર્ની દ્વારા જાન્યુઆરીમાં જ સુશાંત પાસે હસ્તાક્ષર દ્વારા રિયા અને શૌવિકને આ બે કંપનીઓની માલિકી હક આપવામાં આવ્યા હતા.
Published by: Margi Pandya
First published: August 10, 2020, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading