VIRAL VIDEO: સુશાંતનાં ઘરે રાખવામાં આવ્યો હતો રુદ્રાભિષેક, પંડિતે કહ્યું પૂજામાં ન હતી રિયા

News18 Gujarati
Updated: August 10, 2020, 6:15 PM IST
VIRAL VIDEO: સુશાંતનાં ઘરે રાખવામાં આવ્યો હતો રુદ્રાભિષેક,  પંડિતે કહ્યું પૂજામાં ન હતી રિયા
સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

હાલમાં સુશાંત સિંહ રાજપૂતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક પૂજા કરાવતો નજર આવે છે. સુશાંતનાં આ વીડિયો અંગે અલગ અલગ વાતો સામે આવી રહી છે. ત્યારે આ પૂજા કરાવનારા મહારાજ પંડિત ગોવિંદ નારાયણે પણ આ અંગે વાત કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હવે CBIનાં હાથમાં જતો રહ્યો છે ત્યારે આ કેસનાં બંધ પત્તા ખુલશે તેવી આશા સૌ કોઇને છે. સોશિયલ મીડિયા પર સુશાંતનાં જૂના વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યાં છે તેવામાં સુશાંતનો એક પૂજાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સુશાંતે સફેદ રંગનું પિતાંબર અને ખેસ પહેર્યો છે. તેમજ માથે અને બાજુએ ચંદનની આર્ચા કરેલી નજર આવે છે. આ પૂજા કરાવનાર પંડિત ગોવિંદ નારાયણે પૂજા અંગે માહિતી આપી છે.

પંડિતજીનાં કહેવા પ્રમાણે, આ પૂજા સુશાંતનાં બાન્દ્રા સ્થિત કેપરી હાઇટ્સ બિલ્ડિંગની 15માં માળનાં ફ્લેટ (મોન્ટ બ્લાંકની પહેલાં વાળા ઘર)માં કરવામાં આવી હતી. તેણે રુદ્રાભિષેક કરાવ્યો હતો. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. વીડિયોમાં રિયા ચક્રવર્તી ક્યાંય નજર આવતી નથી. જેનાં પર પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીનું કહેવું છે કે, સુશાંતે તેનાં ઘરે જે પૂજા રખાવી હતી તે પૂજામાં રિયા શામેલ ન હતી. આ પૂજામાં સુશાંતની બહેન મીતૂ સિંહ અને તેનો પતિ અને અન્ય કેટલાંક સુશાંતનાં સ્ટાફનાં સભ્યો હતાં.


પૂજા ચાર કલાક ચાલી હતી સુશાંત આ પૂજામાં ચાર કલાક બેઠો હતો એટલું જ નહીં તેણે બ્રાહ્મણોને ભોજન કરાવીને પૂજા પૂર્ણ કરાવી હતી. જે બાદ સામગ્રી હટાવવામાં કૂલ 6-7 કલાક થયા હતાં સુશાંત સંપૂર્ણ સમય ત્યાં હાજર હતો અને તેણે સંપૂર્ણ તન્મયતા સાથે પૂજામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો- SSR Case: BMC બોલી- CBI મુંબઇ આવશે તો તેમને પણ 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરીશું

પંડિતજીનાં જણાવ્યાં અનુસાર, સુશાંતનાં વર્તનથી જરાં પણ લાગતું ન હતું કે, તે ડિપ્રેશનમાં હોય. પંડિતે કહ્યું કે, સુશાંત જેવાં ખુશમિજાજ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે તે વાત પર વિશ્વાસ થતો નથી. તેણે પણ આ કેસને CBIમાં સોંપવાની માંગ કરી હતી. હવે કેસ CBIમાં સોંપાતા તેઓ ખુશ છે.
Published by: Margi Pandya
First published: August 10, 2020, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading