સુશાંત સિંહ રાજપૂતનાં પિતા હાર્ટની બીમારી હોસ્પિટલમાં દાખલ, દીકરીએ શેર કરી તસવીર

News18 Gujarati
Updated: December 20, 2020, 1:18 PM IST
સુશાંત સિંહ રાજપૂતનાં પિતા હાર્ટની બીમારી હોસ્પિટલમાં દાખલ, દીકરીએ શેર કરી તસવીર
(photo credit: instagram/@viralbhayani)

કે કે સિંહ (KK Singh)ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે હોસ્પિટલમાં નજર આવે છે. આ ફોટોમાં કેકે સિંહની સાથે દિવંગત એક્ટરની બહેન અને કેકે સિંહની દીકરી પ્રિયંકા અને મીતૂ સિંહ (Mitu Singh) નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં પિતા કે કે સિંહ (KK Singh) હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. કેકે સિંહને હાર્ટની સમસ્યા છે. જે કારણે હરિયાણાની ફરીદાબાદ એશિયલન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યાં તેનું ઇલાજ ચાલુ છે. જોકે, તેમની હાલત પહેલાં કરતાં સારી છે. આપને જણાવી દઇએ કે, કે કે સિંહને હાર્ટ અટેક (KK Singh Admitted in Hospital) હોવાની સમસ્યા બાદ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. હાલમાં હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન તેમનું ધ્યાન રાખી રહી છે.

કેકે સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે હોસ્પિટલનાં બેડ પર નજર આવે છે. આ ફોટોમાં કેકે સિંહની સાથે દિવંગત એક્ટ્રેસની બહેન અને કેકે સિંહની દીકરી પ્રિયંકા અને મીતૂ સિંહ નજર આવે છે. આ ફોટો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં દિવંગત એક્ટરનાં પિતા સોશિયલ મીડિયા પર નજર આવે છે.

ફોટો શેર કરતાં વિરલ ભયાણીએ કેપ્શન દ્વારા સુચના આપી છે કે, કેકે સિંહ હોસ્પિલમાં દાખલ છે. વિરલ ભયાણીએ ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'સુશાંત સિંહ રાજપૂતનાં પિતા ફરીદાબાદમાં એશિયન હોસ્પિટલમાં હાર્ટ પ્રોબ્લમ્સને કારણે દાખલ છે. તેઓ જલ્દી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરો.'

સુશાત સિંહનાં મોત બાદ તેની બહેનો પ્રિયંકા, મીતૂ, શ્વેતા અને નીતૂ અને તેનાં પિતા કેકે સિંહની દેખભાળ કરી રહી છે.
Published by: Margi Pandya
First published: December 20, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading