Taarak Mehta Ka Ooltah Chashmah: ભોગીલાલની કહાણીથી ભરાઈ આવ્યું જેઠાલાલનું દિલ, જાણો શું થયું

News18 Gujarati
Updated: February 17, 2021, 6:25 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah: ભોગીલાલની કહાણીથી ભરાઈ આવ્યું જેઠાલાલનું દિલ, જાણો શું થયું
જેઠાલાલની ફાઇલ તસવીર

આવતા એપિસોડમાં દર્શકો જોશે કે ભોગીલાલ જેઠાલાલને એવું તે શું કહે છે કે તે સાંભળીને જેઠાલાલ તેને વધુ પૈસા આપે છે. શું ભોગીલાલનો અસલ ચહેરો બધાની સામે આવશે?

  • Share this:
ટીવીનો સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Oolatah Chashmah)ના લોકો દીવાના છે. વર્ષોથી દર્શકો આ શોને પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ જેઠાલાલ (Jethalal)ના જીવનમાં ઘણા તોફાન આવ્યા હતા, જેનો સામનો કરવો મુશ્કેલ બની ગયો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડમાં જેઠાલાલની ભોગીલાલ (Bhogilal) પાસેથી પોતાના પૈસા વસૂલવાની સમસ્યા દરરોજ વધી રહી છે. જેઠાલાલને આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે તેની મિત્રસેના તૈયાર થઈ ગઈ છે. ભોગીલાલ પાસેથી જેઠાલાલનું અટકી પડેલું લાખોનું પેમેન્ટ મેળવવા માટે સોઢી અને ભીડે એક નાટક રચે છે અને ભોગીલાલ તેમાં ફસાઈ જાય છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chasmah) આજના એપિસોડમાં સોઢી અને ભીડે જેઠાલાલ સાથે NRI ઉદ્યોગપતિ બનીને ભોગીલાલની ઓફિસ પહોંચશે. સોઢી અને ભીડે ભોગીલાલની સામે ધંધાનો એક મોટી ઓફર કરે છે અને તેને પોતાની જાળમાં ફસાવી દે છે. સોઢીના બોડીગાર્ડ બનેલા ગેરેજ પાર્ટનર ભોગીલાલ પર કબ્જો કરી લે છે અને યોગ્ય તક જોઈને ભીડે જેઠલાલને ભોગીલાલની કેબીનમાં બોલાવે છે.

જેઠાલાલ ભોગીલાલ સાથે વાત કરે છે અને તેને પેમેન્ટ ચૂકવવા કહે છે, પરંતુ ભોગીલાલ કંઈક એવી કહાની બનાવે છે, જેનાથી જેઠાલાલ પોતે જ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ભોગીલાલને આપી દે છે.

હવે આવતા એપિસોડમાં દર્શકો જોશે કે ભોગીલાલ જેઠાલાલને એવું તે શું કહે છે કે તે સાંભળીને જેઠાલાલ તેને વધુ પૈસા આપે છે. શું ભોગીલાલનો અસલ ચહેરો બધાની સામે આવશે? આજે આવનારા એપિસોડમાં દર્શકોને જાણ થશે કે શું થવાનું છે.

નીલા ટેલીફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલો આ શો છેલ્લા 12 વર્ષથી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ સિરિયલના બધા પાત્રો લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.
Published by: Jay Mishra
First published: February 17, 2021, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading