આ શું, જેઠાલાલે બબિતાજીને કહ્યું, 'I LOVE YOU', ચંપકલાલ થયા ગુસ્સાથી લાલચોળ

News18 Gujarati
Updated: January 29, 2021, 6:37 PM IST
આ શું, જેઠાલાલે બબિતાજીને કહ્યું, 'I LOVE YOU', ચંપકલાલ થયા ગુસ્સાથી લાલચોળ
જેઠાલાલ અને બબીતાજી

તારક મેહતા..નાં આવનારા એપિસોડમાં જેઠાલાલ અને બબીતાજી, જેઠાલાલનાં ઘરે એક સાથે નજર આવે છે. આ વચ્ચે જેઠાલાલ બબીતાજીને 'આઇ લવ યૂ' કહેતા નજર આવશે. એક વખત નહીં પણ જેઠાલાલે આ વાત ત્રણ વખત દોહરાવી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નો ચાહકવર્ગ ઘણો મોટો છે. શોમાં આમ તો જેઠાલાલ સાથે એવી ઘણી ઘટનાઓ બને છે કે, તે જોઇને દર્શકો પેટપકડીને હસવા લાગે છએ. બબીતાજી અને જેઠાલાલની મસ્તી પણ દર્શકોને ગમે છે. આવનારા એપિસોડમાં ખાસ કેમેસ્ટ્રી જોવા મળવાની છે. પણ આ વખતે આ શોમાં આપ જોશો કે, બબીતાીની સુંદરતાનાં દિવાના જેઠાલાલ બબીતાજીને 'I Love You' કહેવાના છે. જેઠાલાલની દિવાનગી તો સૌ કોઇ જાણે છે. પણ હાલમાં દયાની ગેરહાજરીમાં જેઠાલાલ તેમને 'આઇ લવ યૂ' કહેવાની હિંમત કરે છે. અને મુસીબત વ્હોરી લે છે.

તારક મેહતા..નાં આવનારા એપિસોડમાં જેઠાલાલ અને બબીતાજી, જેઠાલાલનાં ઘરે એખ સાથે નજર આવે છે. આ વચ્ચે જેઠાલાલ બબીતાજીને 'આઇ લવ યૂ' કહેતા નજર આવશે. એક વખત નહીં પણ જેઠાલાલે આ વાત ત્રણ વખત દોહરાવી હતી. ખાસ વાત એ છે કે, જેઠાલાલનાં મોઢેથી આ વાત સાંભળીને ડરતી નથી કે ચીસો નથી પાડતી પણ શાંતિથી તેની વાત સાંભળે છે.

જેઠાલાલની કિસ્મત દર વાતની જેમ આ વખતે પણ તેમનાં માટે ઉંધુ પડે છે. કારણ કે, તેની વાતો જેઠાલાલની પાછળ તેનાં પિતા ચંપકલાલ સાંભળી લે છે. જેનાં પર જેઠાલાલ અને બબિતા એવું જતાવે છે કે, જાણે કંઇ થયું જ નથી. આ જોઇને ચંપકલાલ વધુ ગુસ્સે થઇ જાય છે. જ્યારે જેઠાલાલે આવું કેમ ર્યું અને બાપૂજી નો ગુસ્સો હવે કેટલે પહોંચશે તે તો આવનારા સમયમાં જ માલૂમ થશે.

પણ આવનારા એપિસોડમાં દર્શકોને પેટ પકડીને હસવાં મળવાનું છે તે વાત તો ચોક્કસ છે. નીલા ફિલ્મ પ્રોડ્ક્શન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બનેલાં શો 12 વર્ષથી ટીવી પર આવે છે. આ સીરિયલનાં તમામ કિરદાર તેમનાં કામ અને પાત્રથી પ્રસિદ્ધ છે.
Published by: Margi Pandya
First published: January 29, 2021, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading