તમિલ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન, આત્મહત્યાની આશંકા; KGFનાં ફેને પણ કર્યુ સ્યૂસાઇડ

News18 Gujarati
Updated: February 20, 2021, 10:02 AM IST
તમિલ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન, આત્મહત્યાની આશંકા; KGFનાં ફેને પણ કર્યુ સ્યૂસાઇડ
એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન

ખાસ વાત એ છે કે, ઘટના સ્થળેથી કોઇ જ સ્યુસાઇડ નોટ મળી નથી. ઇન્દ્ર કુમારે ઘણી બધી તમીલ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેઓ હાલમાં કામની તલાશમાં હતો. આપને જણાવી દઇએ કે ઇન્દ્ર કુમારનાં લગ્ન થઇ ગયા છે અને તેને એક બાળક પણ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તમિલ ટીવી એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન થઇ ગયુ છે. તેણે મિત્રનાં ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, ઇન્દ્ર કુમાર તેનાં મિત્રોને મળવાં તેમનાં ઘરે ગયો હતો જ્યાં સવારે તે મૃત મળી આવ્યો. એક્ટરનાં મિત્રોને જ્યારે માલૂમ થયું ત્યારે તેમણે તુરંત જ પોલીસને આ અંગે માહિતી આપી છે. ઇન્દ્ર કુમારનું શવ પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યું છે. અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી લીધી છે. તમિલ ટીવી એક્ટર ઇન્દ્રકુમારે 19 ફેબ્રુઆરીનાં રોજ પેરાબાલુરુમાં આત્મહત્યા કરી હતી. તેણે તેનાં મિત્રનાં ઘરે આત્મહત્યા કરી લીદી છે.

ખાસ વાત એ છે કે, ઘટના સ્થળેથી કોઇ જ સ્યુસાઇડ નોટ મળી નથી. ઇન્દ્ર કુમારે ઘણી બધી તમીલ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેઓ હાલમાં કામની તલાશમાં હતો. આપને જણાવી દઇએ કે ઇન્દ્ર કુમારનાં લગ્ન થઇ ગયા છે અને તેને એક બાળક પણ છે.

ઇન્દ્ર કુમારે કેમ આત્મહત્યાનું પગલું ઉઠાવ્યું તે અંગે હજુ સુધી કોઇને માલૂમ નથી. હાલમાં પોલીસ તેની આત્મહત્યાની તપાસમાં લાગી છે. જો મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, ઇન્દ્ર કુમારને સારુ કામ નહોતું મલી રહ્યું જેને કારણે તે ઉબાઇ ગયા હતાં તેને ફિલ્મોમાં પણ કામ નહોતું મળી રહ્યું. તેમજ તેનાં અને તેની પત્ની વચ્ચે પણ કોઇ વાતે મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઇ હોવાનું સામે આવ્યું હતું.

અન્ય એક ફેને કરી આત્મહત્યા- KGF સ્ટાર યશનાં એક ફેને આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ફેને સુસાઇડ પહેલાં એક સુસાઇડ નોટ લખી છે. આ નોટમાં યશે તેનાં ફેનને તેની અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે. કર્ણાટકનાં માંડ્યા જિલ્લામાં રહેનારા રામકૃષ્ણ (25)એ ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. સુસાઇડનોટમાં તેણે તેની અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે. ફેને તેની અંતિમ નોટમાં લખ્યું છે કે, તે શ અને રાજ્યમાં વિપક્ષ નેતા સિદ્ધારમૈયાનો મોટો ફેન છે. ફેને તેની અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, તે ઇચ્છએ છે કે, બંને લોકો તેનાં અંતિમ સંસ્કારમાં શામેલ થાય.
Published by: Margi Pandya
First published: February 20, 2021, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading