'તાંડવ'નો વિવાદ વકર્યોઃ સરકાર લઈ શકે છે એક્શન, ડાયરેક્ટર-સ્ટાર કાસ્ટની થઈ શકે પૂછપરછ

News18 Gujarati
Updated: January 18, 2021, 5:04 PM IST
'તાંડવ'નો વિવાદ વકર્યોઃ સરકાર લઈ શકે છે એક્શન, ડાયરેક્ટર-સ્ટાર કાસ્ટની થઈ શકે પૂછપરછ
તાંડવ વેબસિરીઝ વિવાદોમાં

તાંડવ વેબ સીરિઝના વિવાદને લઈ દિલ્હીમાં આજે સૂચના પ્રસારણ મંત્રાલયમાં બેઠક થઈ હતી. સરકાર અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે OTT પ્લેટફોર્મ પર રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એમેઝોન પ્રાઈમ (Amazon Prime)ની વેબ સીરિઝ તાંડવ (Tandav)ને લઈ લખનઉમાં થયેલ FIRને લઈને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ પોલીસનાં 4 અધિકારીઓ કાર્યવાહી માટે મુંબઈ જવા રવાના થયા છે. વેબ સીરિઝના ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ સાથે તેઓ પુછપરછ કરી શકે છે. તાંડવ પર હિંદુ ભાવનાઓને આહત કરવાનો આરોપ છે. અને દેશભરમાં તેની સામે વિરોધ નોંધાઇ રહ્યો છે. દેશમાં અનેક જગ્યાઓએ તેની સામે ફરિયાદ નોંધવાની માગ કરાઈ રહી છે.

તાંડવને લઈ દિલ્હીમાં થઈ બેઠક- તાંડવ વેબ સીરિઝના વિવાદને લઈ દિલ્હીમાં આજે સૂચના પ્રસારણ મંત્રાલયમાં બેઠક થઈ હતી. સરકાર અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે OTT પ્લેટફોર્મ પર રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે. મંત્રાલયના સુત્રોએ કહ્યું કે, જો આ ફિલ્મો ટીવી કે થિયેટરમાં લોન્ચ થતી તો તેઓને CBFC અને કેબલ ટીવી રેગ્યુલેશન એક્ટનું પાલન કરવું પડતું. એટલે કે થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ માટે અલગ-અલગ સ્ટાન્ડર્ડ હોઈ શકતાં નથી. આ ઉપરાંત સરકારે એમેઝોન પ્રાઈવ વીડિયો પાસેથી સ્પષ્ટીકરણ પણ માગ્યું છે.

માયાવતીની સીન હટાવવાની માગણી- BSP સુપ્રીમો માયાવતીએ પણ વેબ સીરિઝમાંથી કેટલાંક દ્રશ્યો હટાવવાની માગ કરી છે જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, તાંડવ વેબ સીરિઝમાં ધાર્મિક અને જાતીય વગેરે ભાવનાઓને ઠેસ પહોંચડતાં અમુક દ્રશ્યોને લઈને વિરોધ કરાઈ રહ્યો છે. જેના સંબંધમાં જે પણ આપત્તિજનક છે તેને હટાવી દેવું યોગ્ય રહેશે જેથી દેશમાં ક્યાંય પણ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ ખરાબ ન થાય.

વેબ સિરીઝનાં ડિરેક્ટર- પ્રોડ્યુસ સામે થઈ FIR- લખનઉના હઝરતગંજમાં એમેઝોન પ્રાઈમની ઈન્ડિયા હેડ અપર્ણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ જફર, પ્રોડ્યુસર હિમાંશુ મહેરા, લેખક ગૌરવ સોલંકી અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વેબ સીરિઝમાં હિંદુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવ્યા હોવાનો આરોપ છે. જેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. તેમાં અયોગ્ય ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી લોકોમાં ભારે રોષ છે.
Published by: Margi Pandya
First published: January 18, 2021, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading