તારક મેહતામાં શું ખરેખર પરત ફરી રહ્યાં છે દયાબેન? જેઠાલાલ અને બબીતા સાથેની સેલ્ફી થઇ VIRAL

News18 Gujarati
Updated: January 24, 2021, 5:01 PM IST
તારક મેહતામાં શું ખરેખર પરત ફરી રહ્યાં છે દયાબેન? જેઠાલાલ અને બબીતા સાથેની સેલ્ફી થઇ VIRAL
દયા બેન અને જેઠાલાલ

દિશા વાકાણીએ આ શો છોડ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મેટેરનિટી બ્રેકના કારણે તેણે શો છોડી દીધો હતો. ત્યારબાદ, તેની શોમાં પાછા ફરવા અંગે અનેક વખત અફવાઓ અને સમાચારો સામે આવ્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (tarak mehta ka ulta chashma)ના ત્રણ હજાર એપિસોડ તાજેતરમાં જ પૂર્ણ થયા છે. આ સાથે જ શોએ તેના 12 વર્ષ પણ પૂરા કર્યા છે. શો હદજુપણ દર્શકોની વચ્ચે એટલો જ પસંદ કરવામાં આવે છે. પરંતુ પ્રેક્ષકો તેના મનપસંદ પાત્ર દયાબેન (Dayaben)એટલે કે દિશા વાકાણીને (Disha vakani) મિસ કરી રહ્યા છે.

આ દરમિયાન દિશા વાકાણી અને અભિનેતા દિલીપ જોશી (Dilip joshi)એટલે કે જેઠાલાલ ગડાની (Jethalal gada) એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાયરલ તસવીર સાથે દિશાના શોમાં પાછા ફરવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. દિશા વાકાણીએ આ શો છોડ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મેટેરનિટી બ્રેકના કારણે તેણે શો છોડી દીધો હતો. ત્યારબાદ, તેની શોમાં પાછા ફરવા અંગે અનેક વખત અફવાઓ અને સમાચારો સામે આવ્યા છે.નિર્માતાઓએ દિશા વાકાણીનો સંપર્ક કર્યો- પરંતુ હજી સુધી તે બન્યું નથી. ખરેખર, ગયા વર્ષે લોકડાઉન હટાવ્યા પછી, સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓ દિશા વાકાણીનો શો પર પાછા લાવવા સંપર્ક કરી રહ્યા છે. સંપર્ક કર્યા બાદ ખબર પડી કે દિશા વાકાણી નવરાત્રીના શોમાં જોડાઇ શકે છે, પરંતુ એવું બન્યું નહીં. પછી સમાચાર આવ્યા કે કોરોના રસી આવ્યા પછી, તે શોમાં વાપસી કરી શકે છે. પરંતુ તે થયું ન હતું.
Published by: Margi Pandya
First published: January 24, 2021, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading