એનિવર્સરી પર રવિના ટંડનની પતિ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી

News18 Gujarati
Updated: February 22, 2021, 11:06 PM IST
એનિવર્સરી પર રવિના ટંડનની પતિ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી
ફાઈલ તસવીર

અભિનેત્રી રવિના ટંડને 17મી મેરેજ એનિવર્સરી પર પતિ અનિલ થડાની સાથે અનેક સુંદર ફોટો શેર કર્યા. જેમાં તેમની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી છે.

  • Share this:
મુંબઈઃ બોલિવુડની (bollywood) બિન્દાસ અભિનેત્રી રવિના ટંડને (aveena tandon) આજે 22 ફેબ્રુઆરી 2004ના રોજ અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આજે તેમના લગ્નને 17 વર્ષ થયા છે. બંને વચ્ચે પ્રેમ અને સન્માન યથાવત છે. તેમણે રાજસ્થાનના (rajasthan) જગમંદિર પેલેસમાં (Jagmandir Palace) લગ્ન કર્યા હતા.

ત્યારે અભિનેત્રીએ સોશિયલ મીડિયા (social media) દ્વારા અનેક સુંદર ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે પતિ અનિલ થડાની સાથે અલગ-અલગ જગ્યા પર જોવા મળી રહી છે. જેમાંથી કેટલાક ફોટો લગ્નના પણ છે. મોટાભાગના ફોટો અલગ-અલગ જગ્યાના છે, જેમાં એકબીજા પ્રત્યે તેમનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

આ ફોટો ખૂબ જ ખાસ છે, જેને અભિનેત્રીએ પોતાના ફેન્સ સાથે શેર કર્યા છે. આ દરેક ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં રવિનાએ કેપ્શનમાં લખ્યું છે, 'આજે અને જીવનભરનો સાથ. ઘણા જન્મો એક સાથે વીતાવવાના છે.” રવિના ટંડન અને અનિલ થડાનીનો સંબંધ એ લોકોને એક શીખ આપે છે, જે કપલ એકબીજાને નીચા દેખાડવા માટે પાર્ટનરના એક્સને વચ્ચે લાવવાનું નથી ભૂલતા.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

રવિના ટંડન અનિલ થડાનીના બીજા પત્ની છે. અનિલ થડાનીએ પ્રથમ લગ્ન નતાશા સાથે કાર્ય હતા, જે થોડા સમય બાદ તૂટી ગયા હતા. અનિલ થડાની જ્યારે રવિનાને મળ્યા હતા ત્યારે તે તલાકશુદા હતા.આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

ત્યારે એવી જાણકારીઓ આવી હતી કે રવિના અને નતાશા વચ્ચે અનિલ થડાનીને લઈને ઘણી રકઝક થઈ હતી. એકવાર જ્યારે પાર્ટીમાં રવિનાની નતાશા સાથે મુલાકાત થઇ હતી, ત્યારે તેમણે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે તેમની લડાઈની અસર તેમના લગ્ન જીવન પર ના પડે.

રવિના અને અનિલ થડાનીના જીવનમાં પુત્રી રાશા અને પુત્ર રણબીર એક સાથે આવ્યા હતા. તે સિવાય અભિનેત્રીએ 2004માં લગ્ન પહેલા બે પુત્રી પૂજા અને છાયાને દત્તક લીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, "હું 2021માં વધુ સ્વસ્થ જીવન જીવવા માગું છું.પ્રકૃતિ, વન્યજીવનને યોગ્ય કરવા માટે કામ કરવા ઇચ્છું છું.” આપણે દરેકે એક સાથે મળીને આ ગ્રહને નુકસાનથી બચાવવાનું છે. વધુમાં રવિના સંજય દત્ત અને યશ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. રવિનાના પતિ એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે.
Published by: ankit patel
First published: February 22, 2021, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading