ટાઇગર શ્રોફે દેખાડ્યાં એબ્સ, ફેન્સે કહ્યું- માલદીવ્સ મિસ કરે છે કે માલદીવ વાળી?

News18 Gujarati
Updated: February 8, 2021, 11:07 AM IST
ટાઇગર શ્રોફે દેખાડ્યાં એબ્સ, ફેન્સે કહ્યું- માલદીવ્સ મિસ કરે છે કે માલદીવ વાળી?
ટાઇગર શ્રોફે દેખાડ્યા એબ્સ

ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની આ તસવીરને 10 કલાકમાં 10.05 લાખ લાઇક્સ મળી ગઇ છે. ફેન્સે આ ઇમેજ પર કમેન્ટ્સની વણઝાર કરી દીધી છે. એક ફેન લખે છે કે, 'તમે અમારા દરેક સનડેને પરફેક્ટ બનાવી દો છો..' તો અન્ય એક લખે છે. 'ઓહ માય Hottie Boy.' તો અન્ય એકે લખ્યું છે, પાણી મે આગ.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેની એક્શન, સ્ટંટ અને ફિટનેસ માટે બોલિવૂડમાં જાણીતો છે. ટાઇગર સોશિયલ મીડિયા પર તો એક્ટિવ રહે જ છે. સાથે સાથે તે તેની ગર્લફ્રેન્ડ દિશા પટાની (Disha Patani) માટે પણ ચર્ચામાં છે. શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક નવી તસવીરથી ફેન્સનાં સનડેને સ્પેશલ બનાવી દીધો હતો.

ટાઇગર શ્રોફ આ તસવીરમાં સ્વિમિંગ પૂલમાં પોઝ આપતો નજર આવે છે. તેનું માસલ શરીર તસવીરમાં જોવા મળી રહ્યું છે. ટાઇગર શ્રોફ શર્ટલેસ થઇ પૂલમાં ઉભેલો નજર આવે છે. એવું લાગે છે જાણે તે સ્વિમિંગ પૂલમાં સન બાથની મજા લઇ રહ્યો હોય. તેની આ ઇમેજ શેર કરતાં લખ્યું છે કે, 'કદાચ દરેક રવિવાર આવો હોત.' ટાઇગર શ્રોપની આ તસવીર થોડા જ કલાકોમાં વાયરલ થઇ ગઇ હતી.

ટાઇગરનાં 28 મિલિયન ફોલોઅર્સ છે અને તમામ આ શાનાદાર તસવીર પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. બાસ્કેટબોલ પ્લેયર અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફનાં એક્સ બોયફ્રેન્ડ એબન હાયમ્સ (Eban Hayms)એ પણ તેની તસવીર પર કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, 'ભાઇ આ તસવીરથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.' તેણે કમેન્ટની છેલ્લે સ્માઇંલિંગ ફેસ વિથ સનગ્લાસ વાળી ઇમેજ શેર કરી હતી.ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની આ તસવીરને 10 કલાકમાં 10.05 લાખ લાઇક્સ મળી ગઇ છે. ફેન્સે આ ઇમેજ પર કમેન્ટ્સની વણઝાર કરી દીધી છે. એક ફેન લખે છે કે, 'તમે અમારા દરેક સનડેને પરફેક્ટ બનાવી દો છો..' તો અન્ય એક લખે છે. 'ઓહ માય Hottie Boy.' તો અન્ય એકે લખ્યું છે, પાણી મે આગ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર શ્રોફે અંતિમ વખત નિર્દેશક અહમદ ખાનની ફિલ્મ 'બાગી 3'માં નજર આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થયાનાં થોડા સમય બાદ જ થિએટર્સ બંધ થઇ ગયા હતાં જેને કારણે ફિલ્મની કમાણીને ખાસ અસર થઇ હતી
Published by: Margi Pandya
First published: February 8, 2021, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading